તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
'કુછ તો લોગ કહેંગે ' :જેઠાલાલ સાથે વિવાદ મામલે અસિત મોદીએ કહ્યું - જો તમને સફળતા મળી હોય તો લોકો કંઈને કંઈ કહેતા રહેશે.
અસિત મોદીને પૂછ્યું કે વિવાદને લઈ કેવી રીતે ડિલ કરો છો,જવાબમાં પ્રોડ્યુસરે કહ્યું કે તેઓ વધારે ધ્યાન આપતા નથી.

મુંબઈ :સબ ટીવી પર આવતા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈ કોઈને કોઈ વિવાદ થતો રહ્યો છે. અનેક સિતારાઓએ આ શો છોડી ચુક્યા છે કેટલાક કલાકારોએ શોના પ્રોડ્યુશર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તાજેતરમાં જ એવા અહેવાલ સામે આવ્યા હતા કે રજાઓને લઈ લીડ એક્ટર દિલીપ જોશી અને પ્રોડ્યુસર અસિત મોદી વચ્ચે વિવાદ સર્જાયો છે.
વાત એટલે સુધી વધી ગઈ હતી કે જેઠાલાલે એટલે કે દિલીપ જોશીએ અસિતનો કોલર પણ પકડી લીધો હતો. જોકે તેમાં કેટલી સચ્ચાઈ છે તે કોઈ જાણતુ નથી. અલબત આ શો અંગે અસિતે તેમની પ્રતિક્રિયા આપી છે.
એક ઈન્ટરવ્યુમાં વાતચીત કરતાં અસિત મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે શોને લઈ રહેલા વિવાદને લઈ કેવી રીતે ડિલ કરી રહ્યા છો. આ પ્રશ્નના જવાબ આપતા પ્રોડ્યુસરે કહ્યું કે તેઓ વધારે ધ્યાન આપતા નથી. તેમણે કહ્યું કે જો તમને સફળતા મળી રહી હોય તો લોકો તો કંઈને કંઈ કહેતા રહેશે.
તે અમારા કામનો એક ભાગ છે અને મારું કામ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર ધ્યાન આપું. દરરોજ નવી નવી સ્ટોરી બનાવું. ન્યૂઝ 18ના અહેવાલ પ્રમાણે ફી અથવા પૈસાને લીધે નહીં પણ રજાઓને લીધે વિવાદ સર્જાયો હતો. બન્ને વચ્ચે રજાઓને દલીલ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે જેઠાલાલે અસિત મોદી સાથે શોમાં કેટલાક દિવસ માટે રજા માંગી હતી. જોકે નિર્માતાએ આ અંગે કોઈ નક્કર વાતચીત કરી ન હતી.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
