<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

રણવીર- દીપિકાએ પોતાની જ બિલ્ડિંગમાં બીજો ફલેટ મહિને સાત લાખ રુપિયાના ભાડે લીધો

દીપિકા અને રણવીર બાંદરામાં તેમનું ડ્રીમ હોમ ૧૦૦ કરોડના ખર્ચે સજાવી રહ્યાં છે. આ ઉપરાંત મુંબઈ નજીકનાં અલીબાગ સહિતનાં સ્થળે પણ તેમની પ્રોપર્ટી છે.

મુંબઇઃ  દીપિકા પદુકોણ અને રણવીર સિંહ મુંબઈમાં પ્રભાદેવી પાસે જે બિલ્ડિંગમાં માલિકીનો ફલેટ ધરાવે છે તે જ બિલ્ડિંગમાં તેમણે મહિને સાત લાખ રુપિયાના ભાડે બીજો ફલેટ લીધો છે.
ભાડે લીધેલો ફલેટ ૨૩૧૯ ચોરસ ફૂટનો છે. તે ૨૪મા માળે આવેલો છે. આ ફલેટ સાથે તેમને ત્રણ કાર પાર્કિંગ પણ મળશે.
દીપિકાઅને રણવીરે આ ફ્લેટ માટે ૩ વરસનું એગ્રીમેન્ટ કર્યું છે. જેના માટે તેમણે રૂપિયા ૨૧ લાખ ડિપોઝિટ પેઠે આપ્યા છે. ૧૩ નવેમ્બરના રોજ થયેલા એગ્રીમેન્ટ પ્રમાણે પહેલા ૧૮ મહિના માટે આ ફ્લેટનું ભાડું  રુપિયા સાત  લાખ રહેશે. આ પછીના ૧૮ મહિના માટે ૭.૩૫ લાખ રૂપિયા ભાડા પેટે આપવા પડશે.
દીપિકા અને રણવીર બાંદરામાં તેમનું ડ્રીમ હોમ ૧૦૦ કરોડના ખર્ચે સજાવી રહ્યાં છે. આ ઉપરાંત મુંબઈ નજીકનાં અલીબાગ સહિતનાં સ્થળે પણ તેમની પ્રોપર્ટી છે.

 

(12:14 PM IST)