<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

સિંઘમ અગેન અને ભુલ ભુલૈયા ૩ને પાછળ મૂકી કરી સાઉથની અમરનએ ૨૦૦ કરોડની કમાણી કરી

આ ફિલ્‍મ ૩૧ ઓકટોબરે રિલીઝ થઇ હતી

મુંબઇ, તા.૨૮: આ દિવાળીએ એક જ દિવસે રિલીઝ થયેલી બે મોટી ફિલ્‍મો ‘સિંઘમ અગેન' અને ‘ભૂલ ભુલૈયા ૩'એ ફિલ્‍મ જગતમાં દબદબો જમાવ્‍યો હતો. આ બંને ફિલ્‍મો વચ્‍ચે સ્‍પર્ધા હતી. બંને ફિલ્‍મોએ બોક્‍સ ઓફિસ પર ૨૫૦ કરોડથી વધુની કમાણી કરી હતી. પરંતુ આ બંને ફિલ્‍મો વચ્‍ચે રીલિઝ થયેલી સાઉથની એક ફિલ્‍મ પણ બોક્‍સ ઓફિસ પર ચમકી હતી.

આ ફિલ્‍મની હિન્‍દી બેલ્‍ટમાં એટલી ચર્ચા ન હતી, પણ આ ફિલ્‍મે રૂ. ૨૦૦ કરોડથી વધુની કમાણી કરી નાખી છે અને સાતે સાથે તે એક ખૂબ જ ઉત્‍કળષ્ટ ફિલ્‍મ તરીકે પણ ઊભરી આવી છે. આ ફિલ્‍મનું નામ અમરન છે. તેને આઇએમડીબી પર ૮.૫ રેટિંગ મળ્‍યું છે. આ ફિલ્‍મ ૩૧ ઑક્‍ટોબરે રિલિઝ થઈ હતી.

‘સિંઘમ અગેન' અને ‘ભૂલ ભૂલૈયા ૩' ૧ નવેમ્‍બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બંને ફિલ્‍મો રિલીઝ પહેલા જ ચર્ચામાં રહી હતી. પરંતુ આ બંને ફિલ્‍મો બોક્‍સ ઓફિસ પર લડતી રહી અને આ દરમિયાન શિવકાર્તિકેયન અને સાઈ પલ્લવી અભિનીત ફિલ્‍મ ‘અમરન' ચુપચાપ રીલિઝ થઈ અને ચમત્‍કાર કરી ગઈ, તેમ નિષ્‍ણાતોનું માનવાનું છે. આ ફિલ્‍મે તેની રિલીઝના ૨૬ માં દિવસે ૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્‍યાર સુધી આ ફિલ્‍મનું કલેક્‍શન ૨૦૮.૫૦ કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્‍મ હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે.

(9:31 AM IST)