<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

મોહમ્મદ રફીના જીવન પરથી તેમનો પુત્ર શાહિદ રફી “આસમાં સે આયા ફરિશ્તા” ફિલ્મ બનાવશે

ફિલ્મનું ડિરેક્શન ઉમેશ શુકલ કરશે :મોહમ્મદ રફીએ ૧૧ ભાષામાં ૨૮,૦૦૦ થી વધારે ગીતો ગાયા છે.

મુંબઈ: મોહમ્મદ રફીના જીવન પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત તેમના દીકરા શાહિદ રફીએ કરી છે. આ ફિલ્મનું નામ “આસમાં સે આયા ફરિશ્તા” રાખવામાં આવ્યું છે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત ૨૪ ડિસેમ્બરે મોહમ્મદ રફીની ૧૦૦ મી જન્મ જયંતી આવી રહી છે, તે દિવસે થાય તેવી વિશેષ સંભાવના જોવા મળી રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન ઉમેશ શુકલ કરશે. અત્યારે સ્ક્રીપ્ટ પર કામ ચાલે છે, તે પૂર્ણ થયા પછી જ એક્ટરનું નામ નક્કી થશે. અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે, હાઈએસ્ટ સોંગ ગાવાનો રેકોર્ડ મોહમ્મદ રફીના નામે વર્ષો સુધી ગિનેસ બુકમાં રહ્યો, તેમણે ૧૧ ભાષામાં ૨૮,૦૦૦ થી વધારે ગીતો ગાયા છે.

 

(11:11 PM IST)