<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

જોશ ફેમ શરદ કપૂર પર મહિલાઓની છેડતીનો આરોપ : FIR નોંધાઈ

મુંબઇ: શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'જોશ' ફેમ શરદ કપૂર વિરુદ્ધ મહિલાને હેરાન કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.  તેના પર એક મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ છે. 'LOC કારગિલ', 'લક્ષ્ય' જેવી સફળ ફિલ્મોમાં શાનદાર કામ કરીને પ્રખ્યાત થયેલા અભિનેતા સામે 32 વર્ષની મહિલાએ કેસ દાખલ કર્યો છે.  મુંબઈની ખાર પોલીસે આ માહિતી આપી છે.ઘટના અંગે પીડિતાએ જણાવ્યું કે અભિનેતાએ તેને પોતાના ઘરે બોલાવી તેની સાથે ગેરવર્તન કર્યું અને બળજબરીથી તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો.  પીડિતાએ કહ્યું કે તે ફેસબુક દ્વારા શરદ કપૂરના સંપર્કમાં આવી હતી અને વીડિયો કોલ દ્વારા તેની સાથે વાત પણ કરી હતી.

(6:04 PM IST)