News of Tuesday, 3rd December 2024
OTT પર એક બે નહીં ૫ ફિલ્મો/સીરિઝ ધૂમ મચાવવા તૈયાર
ડીસેમ્બરનું પહેલુ અઠવાડિયુ રહેશે મનોરંજનથી ભરપૂર : થિયેટરોમાં ‘પુષ્પા ૨: ધ રૂલ' ૫ ડિસેમ્બરે રિલીઝ થશે. ત્યારે બ્વ્વ્ પર ૫ ડિસેમ્બર અને ૬ ડિસેમ્બરના દિવસે ચાર ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે.

મુંબઇ, તા.૩: ડિસેમ્બરનું પહેલુ અઠવાડિયુ મૂવી લવર માટે ખૂબ મજેદાર રહેશે. કારણ કે ૫ અને ૬ ડિસેમ્બરે જબરદસ્ત ચાર મોટી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે. અહીં જુઓ આખું લિસ્ટ.
જિગરા : આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાની ફિલ્મ ‘જિગરા' નેટફિ્લક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ૬ ડિસેમ્બરે OTT પર રિલીઝ થશે.
તનાવ સિઝન ૨ : માનવ વીજ, કબીર બેડી અને રજત કપૂરની વેબ સીરિઝ તનાવ ની બીજી સિઝન પણ આ અઠવાડિયે OTT પર થવા જઈ રહી છે. આ સીરિઝ ૬ ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ સોની લીવ પર આવશે.
વિકી વિદ્યા કા વો વાલા વિડીયો : તળપ્તિ ડિમરી, રાજકુમાર રાવ અને અર્ચના પૂરણ સિંહની ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વિડીયો થિયેટરોમાં રિલીઝ થયા બાદ હવે OTT પર આવવા જઈ રહી છે. આ ફિલ્મ પણ જિગરા ૬ ડિસેમ્બરે નેટફિ્લક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.
અમરનઃ સાઈ પલ્લવીની ફિલ્મ અમરન નેટફિ્લક્સ પર ૫ ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.
અગ્નિ : પ્રતીક ગાંધી અને દિવ્યેન્દુની ફિલ્મ અગ્નિ પણ ૬ ડિસેમ્બરના દિવસે OTT પર આવવા જઈ રહી છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પ્રાઈમ વિડીયો રિલીઝ થવા જઈ રહી છે.
પુષ્પા ૨ : જ્યારે OTT પર આ અઠવાડિયે આ ફિલ્મો અને સિરિઝો રિલીઝ થઈ રહી છે, ત્યારે થિયેટરોમાં અત્યાર સુધીની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ૨: ધ રૂલ રિલીઝ થવા જઈ રહી છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
