News of Thursday, 5th December 2024
અલ્લુ અર્જુનની 'પુષ્પા ૨' ઓનલાઈન લીક, મોબાઈલ પર આવી ૩ કલાકની આખી ફિલ્મ
આ ફિલ્મ રિલીઝ થયાના કલાકોમાં જ પાયરસીનો શિકાર બની ઃ ઘણી વેબસાઈટ પર લીક થઈ

મુંબઇ, તા.૫ઃ આજે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત પુષ્પા ૨ઃ ધ રૃલ રિલીઝ થઈ છે. ૨૦૨૧ની બ્લોકબસ્ટર પુષ્પાઃ ધ રાઇઝની સિકવલ પ્રેક્ષકોને પુષ્પા રાજની રોમાંચક દુનિયામાં લઈ જશે, જે એક કૂલીમાંથી લાલ ચંદનનાં દાણચોરીના ધંધાનો રાજા બની જાય છે. પુષ્પા રાજના રોલ માટે નેશનલ એવોર્ડ જીતનાર અલ્લુ અર્જુન આ વખતે પણ શાનદાર પરફોર્મન્સ આપવા જઈ રહ્રયો છે. રશ્મિકા મંદાન્ના પણ પુષ્પાની પત્ની શ્રીવલ્લીના રોલમાં વાપસી કરી રહી છે.
આ ફિલ્મ પહેલી ફિલ્મ રિલીઝ થયાના ત્રણ વર્ષ પછી મોટા પડદા પર આવી છે. આવી સ્થિતિમાં આ ફિલ્મનું પણ ધામધૂમથી સ્વાગત કરવામાં આવી રહ્રયું છે. થિયેટરથી લઈને સોશિયલ મીડિયા પર લોકો આ ફિલ્મ વિશે ચર્ચા કરી રહ્રયા છે. બોકસ ઓફિસ રિપોર્ટ પ્લેટફોર્મ Sacnilk અનુસાર, ફિલ્મે સવારે ૮ વાગ્યા સુધી ૨૧.૦૪ કરોડ રૃપિયાની કમાણી કરી લીધી છે. આશા છે કે આ ફિલ્મ બોકસ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે.
ફિલ્મ 'પુષ્પા ૨ઃ ધ રૃલ' પાયરસીનો શિકાર બની છે. આ ફિલ્મ ઘણી પાઈરેસી વેબસાઈટ પર લીક થઈ ગઈ છે. આ ફિલ્મ Ibomma, Movierulz, Tamilrockers, Filmyzilla, TamilYogi, Tamilblasters, Bolly4u, Jaisha Moviez, 9xmovies અને Moviesda જેવી જગ્યાઓ પર જોવા મળી રહી હોવાના દાવા થઈ રહ્રયાં છે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે બંગાળી ભાષામાં પણ રિલીઝ થઈ રહી છે. તે સ્ટાન્ડર્ડ, 3D, IMAX, 4DX અને D–BOX ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવી છે
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
