News of Saturday, 7th December 2024
'પુષ્પા 2' એ હિન્દી બોક્સ ઓફિસ પર બોલિવૂડના મોટા સ્ટાર્સના શાસનને ખતમ કરી નાખ્યું : જુઓ સંપૂર્ણ યાદી
' પુષ્પા-2' આવતા સાથે જ 10 મોટી બોલિવૂડ ફિલ્મોને ધૂળમાં નાખી દીધી: શાહરૂખ ખાનથી લઈને આમિર ખાન અને સલમાન ખાન સુધીના મોટા કલાકારોની ફિલ્મો આ લિસ્ટમાં પાછળ રહી ગઈ

મુંબઈ : પુષ્પા 2 એ તેની પહેલા દિવસની કમાણીથી જે તોફાન સર્જ્યું છે. એ પછી બોલિવૂડના મોટા સ્ટાર્સની ફિલ્મો પણ ધૂળ ચડવા લાગી. અલ્લુ અર્જુનની ફિલ્મે પહેલા દિવસે જોરદાર ઓપનિંગ કરીને નીચે આપેલી આ 10 ફિલ્મોને પાછળ છોડી દીધી છે. જુઓ સંપૂર્ણ લિસ્ટ અને જાણો શાહરૂખ અને સલમાન જેવા સ્ટાર્સ આ લિસ્ટમાં કેટલા પાછળ છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે કલેક્શનના મામલામાં તમામ મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે હિન્દીમાં પ્રથમ દિવસની કમાણી મામલે મોટી હિન્દી ઓપનર ફિલ્મોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ ફિલ્મે પહેલા દિવસે હિન્દીમાં 72 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જે કોઈપણ ભારતીય ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ છે.
આ લિસ્ટમાં પહેલો નંબર 2023માં આવેલી શાહરૂખ ખાનની જવાનનો હતો, જેણે પહેલા દિવસે 65.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ હવે પુષ્પા તેનાથી આગળ નીકળી ગઈ છે.
વર્ષ 2023માં જ શાહરૂખ ખાનની બીજી ફિલ્મ રિલીઝ થઈ હતી જેણે 55 કરોડ રૂપિયાની ઓપનિંગ લીધી હતી. તે આ યાદીમાં ત્રીજા નંબરે છે.
આ યાદીમાં રણબીર કપૂરની એનિમલ (2023) ચોથા નંબર પર છે. આ ફિલ્મે 54.75 રૂપિયાની કમાણી કરી હતી.
યશની કન્નડ ફિલ્મ KGF ચેપ્ટર 2 આ યાદીમાં પાંચમા સ્થાને છે, જેણે 53.95 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ વર્ષે રિલીઝ થયેલી Stree 2 આ યાદીમાં રૂ. 51.8 કરોડની ઓપનિંગ સાથે છઠ્ઠા નંબરે છે.
રિતિક રોશન, ટાઇગર શ્રોફની ફિલ્મ વોર (2019) એ પહેલા દિવસે 51.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ લિસ્ટમાં આ ફિલ્મ 7મા નંબર પર છે.
આમિર ખાનની ઠગ્સ ઑફ હિન્દોસ્તાને વર્ષ 2018માં ઓપનિંગ ડે કલેક્શનના સંદર્ભમાં રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મે 50.75 કરોડની કમાણી કરી હતી. વેલ, હવે આ લિસ્ટમાં ફિલ્મ 8મા નંબરે સરકી ગઈ છે.
આ વર્ષે રિલીઝ થયેલી સિંઘમ અગેઇનને ઓપનિંગ ડેના 43.5 કરોડ રૂપિયાના કલેક્શન સાથે યાદીમાં 9મું સ્થાન મળ્યું છે.
સલમાન અને કેટરીનાએ 2023માં આવેલી ફિલ્મ ટાઈગર 3માં જાદુ સર્જ્યો હતો. શરૂઆતના દિવસે 41 કરોડના કલેક્શન સાથે આ ફિલ્મે લિસ્ટમાં 10મું સ્થાન મેળવી લીધું છે.
2014માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની હેપ્પી ન્યૂ યર ફિલ્મે પહેલા દિવસે 42.62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ લિસ્ટમાં ફિલ્મ 11મા સ્થાને છે
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
