<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ઢાબાના નામે છેતરપિંડીનો કેસઃ અભિનેતા ધર્મેન્‍દ્ર સહિત ૩ને કોર્ટે મોકલ્‍યા સમન્‍સ

દિલ્‍હીના એક વેપારીએ નોંધાવેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરાઇ

નવી દિલ્‍હી, તા.૧૦: છેતરપિંડીના કેસમાં દિલ્‍હીની એક કોર્ટે બોલીવુડ અભિનેતા ધર્મેન્‍દ્ર અને અન્‍ય બે લોકોને સમન્‍સ જારી કર્યા છે. ગરમ ધરમ ધાબાની ફ્રેન્‍ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્‍યો છે. 

આ સમન્‍સ દિલ્‍હીના એક વેપારીએ નોંધાવેલી ફરિયાદના આધારે જારી કરવામાં આવ્‍યું છે નાર વેપારીની ફરિયાદના આધારે આ સમન્‍સ જારી કરવામાં આવ્‍યું છે.. જેમણે ગરમ ધરમ ધાબાની ફ્રેન્‍ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપી છેતરપિંડીનો આરોપ લગાવ્‍યો હતો.

(12:16 PM IST)