News of Tuesday, 10th December 2024
રણબીર કપૂર રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી ઓલિવિયા વાઈલ્ડ સાથે રેડ કાર્પેટ પર કર્યું વોક

મુંબઈ: ફિલ્મ 'એનિમલ'માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેતા રણબીર કપૂર જેદ્દાહમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં રણબીર ઈવેન્ટમાં પહોંચતો અને કેમેરા સામે પોઝ આપતો જોવા મળે છે. અન્ય એક ક્લિપમાં, રણબીરને અભિનેતા-નિર્દેશક ઓલિવિયા વાઈલ્ડ સાથે મળીને હાથ મિલાવતા અને કેમેરા માટે પોઝ આપતા દર્શાવવામાં આવ્યા છે. અહીં રણબીર કપૂર પરંપરાગત ભારતીય લાલ 'બંધગાલા' જેકેટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યારે ઓલિવિયા સફેદ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. થોડા દિવસો પહેલા, રણબીર કપૂરે ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં હાજરી આપી હતી અને તેના દાદા રાજ કપૂર સાથે જોડાયેલી કેટલીક ખૂબ જ રસપ્રદ વાતો અને અંગત યાદો શેર કરી હતી.IFFI એ દિગ્દર્શક રાજ કપૂરને તેમની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે શ્રદ્ધાંજલિ આપી હતી. રણબીરના કરિયર પર એક નજર કરીએ તો તે હાલમાં 'રામાયણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેનું નિર્દેશન 'દંગલ' ફેમ નીતિશ તિવારી કરી રહ્યા છે. જેમાં રણબીર રામનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે સાઈ પલ્લવી અને યશ સીતા અને રાવણની ભૂમિકા ભજવી રહ્યા છે.આમાં લારા દત્તા કૈકેયીના રોલમાં અને સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. તેનો પહેલો ભાગ દિવાળી 2025માં રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ 2026માં રિલીઝ થશે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
