તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
રેપર' બાદશાહની મોટર રોંગ લેઈનમાં જોવા મળતા ગુરુગ્રામ પોલીસે રુ. ૧૫,૫૦૦નું ચલણ ઠપકારી દીધું

દિલ્હી: સુપ્રસિદ્ધ 'રેપર' બાદશાહની મોટર કાર રોંગ લેઈનમાં જોવા મળતા ગુરુગ્રામ પોલીસે રુ ૧૫૫૦૦નું ચલણ ઠપકારી દીધું છે.
રવિવારે સાંજે ગુરુગ્રામમાં ગાયક કરણ ઔજલાના કોન્સર્ટમાં પહોંચવા તે રોંગ લેઇનમાં ગાડી ચલાવતો હતો.
પોલીસે જણાવેલ કે ટેમ્પરરી રજીસ્ટ્રેશન પ્લેટવાળા અન્ય બે વાહનો સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે જણાવ્યું કે રેપર રવિવારે ત્રણ કાર સાથે કોન્સર્ટમાં પહોંચ્યો હતો. જે પૈકીનું એક વાહન 'થાર'ને ટ્રાફિક ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અન્ય બે વાહનો, એક સ્કોર્પિયો અને એક મર્સિડીઝને ટ્રેસ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે કોનસોર્ટમાં પહોંચવા માટે ત્રણેય વાહનો રોડની રોંગ સાઈડ પર ગયા હતા જેના કારણે ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો હતો.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
