News of Wednesday, 18th December 2024
દીપિકા અને રણવીરસિંહની દીકરી દુઆ પાદુકોણ સાથે તસ્વીરો વાયરલ
જાણો એક્સ અને ઇન્સ્ટાગ્રામ પર મોટી માત્રામાં વાયરલ થતા તસ્વીરની શું છે હકીકત

મુંબઈ :બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ત્રણ-ચાર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કપલની સાથે એક છોકરી પણ જોવા મળી રહી છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ તસવીરોમાં દેખાતી નાની છોકરી બીજું કોઈ નહીં પણ રણવીર અને દીપિકાની દીકરી દુઆ પાદુકોણ સિંહ છે
વાયરલ થઈ રહેલી એક તસવીરમાં દીપિકા એક નાની છોકરીને પોતાની છાતી પાસે પકડીને બેઠેલી જોવા મળી રહી છે. રણવીર છોકરી પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. બીજી તસવીરમાં દીપિકા અને રણવીર કેમેરા તરફ જોઈ રહ્યા છે અને એક નાની છોકરી પણ તેમની સાથે પોઝ આપતી જોવા મળે છે.
સત્તાવાર ફોટો દીપિકાએ આ વર્ષે સપ્ટેમ્બરમાં દીકરી દુઆને જન્મ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર પોતાની દીકરીના પગની તસવીર શેર કરીને તેણે કહ્યું હતું કે તેણે તેની દીકરીનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખ્યું છે. આ સિવાય દીપિકા અને રણવીરે તેમની દીકરીની કોઈ તસવીર શેર કરી નથી. દીપિકા જ્યારે તેની દીકરી સાથે પહેલીવાર જોવા મળી ત્યારે પણ તેણે દીકરીનો ચહેરો ઢાંકી દીધો હતો.
આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરો AI જનરેટેડ છે. મતલબ કે દુઆના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરો વાસ્તવમાં દુઆની નથી.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
