તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th December 2024
મરાઠી અભિનેત્રી ઉર્મિલાએ કારથી બે મજૂરોને કચડી નાખ્યા: 1નું મોત :1 ગંભીર

મુંબઈ: શહેરની માયાનગરીમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, મરાઠી અભિનેત્રી ઉર્મિલા કાનેટકરની કારે મુંબઈના પોઈસર મેટ્રો સ્ટેશનની નીચે કામ કરતા બે મજૂરોને કચડી નાખ્યા હતા. જેમાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તેમની હાલત નાજુક છે.આ ભયાનક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતમાં કારના ડ્રાઈવર અને અભિનેત્રીને પણ ઈજા થઈ હતી. આ ઘટના અંગે મુંબઈ પોલીસનું કહેવું છે કે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.મળતી માહિતી મુજબ, અભિનેત્રી ઉર્મિલા ગઈકાલે રાત્રે તેનું શૂટિંગ પૂરું કરીને પોતાની કારમાં ઘરે જઈ રહી હતી. તે દરમિયાન કારની સ્પીડ ખૂબ જ ઝડપી હતી. ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ આ અકસ્માત થયો હતો. તાજેતરની માહિતી અનુસાર, મુંબઈની સમતાનગર પોલીસે કાર ચાલક વિરુદ્ધ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
