<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અભિનેતા દેવાંગ પલાણને એકતા કપૂરના નવા શોમાં ખાસ ભુમિકા

સોમનાથ વેરાવળના વતની ડો. કે. એચ. પલાણના પુત્ર બે બહેનોની રસપ્રદ કહાનીઃ પિતાની ભુમિકા નિભાવશે હેમાંગ

મુંબઇ તા. ૬: મુંબઇ સ્‍થિત જાણીતા અભિનેતા મુળ સોમનાથ વેરાવળના વતની હેમાંગ પલાણ હવે પછી એકતા કપૂરની બાલાજી ફિલ્‍મ્‍સ દ્વારા નિર્મિત એક નવા ટીવી શોમા જોવા મળશે.

આ ટીવી શો દર્શકોને એક રસપ્રદ કહાની સાથે પરિચય કરાવશે. જેમાં બે બહેનોની આસપાસ કહાની ઘુમે છે. જે એકબીજાથી અલગ છે અને તેના સપના તથા આકાંક્ષા પણ અલગ છે. આશિષ પાટીલના દિગ્‍દર્શન હેઠળ આ ટીવી સિરીયલનું શુટીંગ ચાલુ થઇ ગયું છે. બાલાજી ટેલીફિલ્‍મ્‍સ લાગણીઓ અને માનવીય સંબંધો પર આધારીત ટીવી શો બનાવવા માટે પ્રખ્‍યાત છે. આ શોમાં પુત્રીના પિતાના પાત્રમાં હેમાંગ પલાણ મહત્‍વની ભુમિકા નિભાવી રહ્યા છે. હેમાંગ પલાણ એક પ્રશિક્ષિત સ્‍ટેજ અભિનેતા છે. જેણે અત્‍યાર સુધીમાં ૯૦થી વધુ ટીવી શોમાં અભિનય કર્યો છે. સોૈરાષ્‍ટ્રના જાણીતા બાળરોગ નિષ્‍ણાંત ડો. કે. એચ. પલાણના તેઓ પુત્ર છે.

(10:55 AM IST)