<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ટીવી શો શિવશક્‍તિ ફેઇમ અભિનેતા યોગેશ મહાજનનું હાર્ટએટેકથી મૃત્‍યુ

શુટીંગના પરિસરમાં જ આવેલા ફલેટનો દરવાજો નહિ ખોલતાં તોડીને જતાં અંદરથી મૃતદેહ મળ્‍યો મરાઠી ફિલ્‍મોમાં પણ કામ કર્યુ હતું: ચાહકો, મિત્રો, પરિવારજનો આઘાતમાં

મુંબઇ તા. ૨૧: ટેલિવિઝન જગતમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્‍યા છે. હિન્‍દી ટીવી સિરિયલ્‍સ અને મરાઠી ફિલ્‍મોમાં અભિયન કરી ચુકેલા જાણીતા અભિનેતા ૪૪ વર્ષિય યોગેશ મહાજનનું હાર્ટએટેકથી અવસાન થઇ ગયું છે. હિન્‍દી સિરીયલોના દર્શકો યોગેશ મહાજનને  તેણે ‘શિવશક્‍તિ' સિરીયલમાં નિભાવેલા પાત્રને કારણે ઓળખે છે. આ સિરીયલમાં તેણે ગુરૂ શુક્રાચાર્યનો રોલ નિભાવ્‍યો હતો. આ ઉપરાંત દેવો કે દેવ મહાદેવ, યોગેશના અચાનક નિધનથી તેના ચાહકદ અને મિત્રો આઘાતમાં ગરક થઇ ગયા છે. માહિતી અનુસાર અભિનેતાનું મળત્‍યુ તેના ફલેટમાં થયું હતું, જે શૂટિંગ પરિસરમાં જ આવેલો છે. જ્‍યારે તે શૂટિં૨ગ માટે ન આવ્‍યો ત્‍યારે ક્રૂ મેમ્‍બર્સ તેના ફલેટ પર પહોંચ્‍યા હતા. દરવાજો ખખડાવતા તેણે ન ખોલતાં  દરવાજો તોડીને જોતાં. જ્‍યારે ક્રુમેમ્‍બર્સ ઘરમાં પહોંચ્‍યા તો તેઓ જોઈને જ ચોંકી ગયા. ફલેટમાં અભિનેતાનો મળતદેહ પડ્‍યો હતો. જોકે તેમ છતાં અભિનેતાને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. પરંતુ હોસ્‍પિટલના ડૉક્‍ટરોએ પણ તેને મળત જાહેર કર્યો હતો અને જણાવ્‍યું કે તેનું મળત્‍યુ હાર્ટ એટેકને કારણે થયું છે. યોગેશની કો-સ્‍ટાર આકાંક્ષા રાવતે કહ્યું કે યોગેશ ખૂબ જ સારો વ્‍યક્‍તિ હતો. તેનો સેન્‍સ ઓફ હ્યુમર પણ સારો હતો. અમે એક વર્ષથી સાથે શૂટિંગ કરતા હતા. હાલમાં બધા આઘાતમાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસ પહેલા એક યુવાન ટીવી એક્‍ટર અમન જયસ્‍વાલ મળત્‍યુ પામ્‍યો હતો. ટ્રક સાથે તેની બાઈકની ટક્કર થતાં અકસ્‍માતમાં તેનો ભોગ લેવાઈ ગયો હતો. તે ઓડિશન આપવા જઇ રહ્યો હતો ત્‍યારે ઘટના બની હતી. (૧૪.૯)

(2:52 PM IST)