News of Wednesday, 29th January 2025
પરિણીતી ચોપરાએ તેના પતિ રાઘવ ચઢ્ઢા પર વરસાવ્યો પ્રેમ: ટ્વીટ કરીને તેના કર્યા વખાણ

મુંબઈ: પરિણીતી ચોપરા ઘણીવાર તેના પતિ રાઘવ ચઢ્ઢાના વખાણ કરતી જોવા મળે છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા રાજકારણમાં સતત ચર્ચામાં રહે છે. હવે પરિણીતીએ ગઈકાલે તેના પતિ રાઘવના વખાણ કરતી એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે રાઘવના ખૂબ વખાણ કર્યા છે. હકીકતમાં, રાઘવ ચઢ્ઢાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલા શિયાળુ સત્ર દરમિયાન એરપોર્ટ પર ખાદ્યપદાર્થોના ઊંચા ભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો. જેમાં તેમણે મુસાફરોને ઊંચા ભાવે ખોરાક ખરીદવા માટે મજબૂર કરવાની વાત કરી હતી. રાઘવે આ મુદ્દા પર પોતાના મંતવ્યો મજબૂત રીતે વ્યક્ત કર્યા હતા. હવે તાજેતરમાં કોલકાતા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે શરૂ કરવામાં આવ્યું છે.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
