<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

આનંદ એલ રાયની ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’માં ધનુષ સાથે હિરોઈન તરીકે ક્રિતી સેનનની એન્‍ટ્રી

આગામી તા. ૨૮મી નવેમ્બરે રીલિઝ કરવાની જાહેરાત પણ કરાઈ હતીઃ એ. આર. રહેમાનનું મ્યુઝિક હશે અને ઈરશાદ કામિલનાં ગીતો હશે.

 મુંબઇઃ  આનંદ એલ રાયની ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’માં ધનુષ સાથે હિરોઈન તરીકે ક્રિતી સેનન હશે એવી સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે. આજે ફિલ્મનું ટીઝર રીલિઝ કરાયું હતું. તેમાં ક્રિતીને લીડ હિરોઈન તરીકે દર્શાવાઈ હતી. ફિલ્મ આગામી તા. ૨૮મી નવેમ્બરે રીલિઝ કરવાની જાહેરાત પણ કરાઈ હતી.
‘તનુ વેડ્સ મનુ’ અને ‘રાંઝણા’ સહિતની ફિલ્મો બનાની ચૂકેલા આનંદ એલ રાયની આ ફિલ્મ માટે હંમેશ મુજબ હિમાંશુ શર્માએ સ્ક્રીન પ્લે લખ્યો છે એ. આર. રહેમાનનું મ્યુઝિક હશે અને ઈરશાદ કામિલનાં ગીતો હશે.

(11:10 AM IST)