News of Monday, 3rd February 2025
હું માત્ર ૧૭ વર્ષની હતી, ત્યારે ડિરેક્ટરે મને રાત્રે ૧૧:૩૦ વાગ્યે હોટેલમાં બોલાવી
પ્રખ્યાત અભિનેત્રી ઉપાસના સિંહનો ચોંકાવનારો ખુલાસો આ પીડાદાયક અનુભવે ઉપાસનાને ભારે નુકસાન પહોંચાડ્યું અને તેણે સાત દિવસ સુધી પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી

નવી દિલ્હી, તા.૩: ભારતીય ફિલ્મ ઉદ્યોગ હોય કે હોલીવુડ, ગ્લેમરની દુનિયામાં કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવું સામાન્ય બની ગયું છે. જો તમે મોટા ફિલ્મી પરિવારમાંથી નથી આવતા તો તમારે અભિનેત્રી બનવાની ભારે કિંમત ચૂકવવી પડશે. ઘણી મોટી અભિનેત્રીઓએ ઘણી વખત પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. અહીં અમે એવી જ એક બોલીવુડ હિરોઈન વિશે વાત કરી રહ્યા છીએ જેણે કપિલ શર્માના કોમેડી શો સિવાય ઘણી શાનદાર ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ એકવાર તેણે સાઉથ સિનેમામાં આવવાનું વિચાર્યું, ત્યારે ફિલ્મ મેકરે તેની પાસે મોટી ડિમાન્ડ મૂકી અને તેણે પોતે જ પોતાના એક ઇન્ટરવ્યુમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.
અમે અહીં જે હિરોઈન વિશે વાત કરી રહ્યા છીએ તે જુડવા, મૈં પ્રેમ કી દીવાની હૂં, જુદાઈ અને કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં તેની શાનદાર હાજરી માટે જાણીતી છે. તે બીજું કોઈ નહીં પણ કપિલ શર્માની રીલ આંટી અને પ્રખ્યાત અભિનેત્રી ઉપાસના સિંહ છે.
એક વાતચીતમાં, તેણે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ખૂબ જ પરેશાન કરનાર અને પીડાદાયક અનુભવ વિશે જણાવ્યું. સિદ્ધાર્થ કન્નન સાથેની નિખાલસ વાતચીતમાં, તે દક્ષિણ સિનેમાના એક ખૂબ જ મોટા ફિલ્મ નિર્દેશક સાથે થયેલા સંઘર્ષ વિશે જણાવ્યું જેણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ કાયમ માટે બદલી નાખ્યો.
ઉપાસનાએ જણાવ્યું કે, દક્ષિણના આ પ્રખ્યાત નિર્દેશકે તેને બોલીવુડ સુપરસ્ટાર અનિલ કપૂર સાથે એક ફિલ્મ માટે સાઈન કરી હતી. તે સમયે, તે આ તક માટે ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ તે હંમેશા સાવચેત રહેતી, જ્યારે પણ તે ડાયરેક્ટરની ઓફિસ જતી ત્યારે તે તેની માતા કે બહેનને પોતાની સાથે લઈ જતી. તેની નોંધ લઈને એકવાર ડાયરેક્ટરે તેને આ વિશે પૂછયું હતું.
દિગ્દર્શકે અભિનેત્રીને પૂછયું કે તે હંમેશા તેના પરિવારના સભ્યો સાથે કેમ આવે છે અને ઉપાસનાને નિર્માતાનું આ નિવેદન પસંદ ન આવ્યું. આ પ્રારંભિક કારકિર્દી સંઘર્ષની શરૂઆત હતી જેણે તેની વ્યાવસાયિક દુનિયાને ઉલટી કરી નાખી હતી. અભિનેત્રી જણાવે છે કે, એક સાંજે, દિગ્દર્શકે તેને રાત્રે ૧૧:૩૦ વાગ્યે ફોન કર્યો અને તેને એક હોટેલમાં બેસવા માટે આમંત્રણ આપ્યું.
ડાયરેક્ટરનો ફોન ઉપાડી અને વાતચીત સાંભળ્યા પછી, ઉપાસનાએ પહેલા સંકોચ દર્શાવ્યો અને પછી કહ્યું કે તે બીજા દિવસે વાર્તા સાંભળવા માંગશે, કારણ કે તેની પાસે હોટેલ સુધી પહોંચવા માટે કાર નથી. અભિનેત્રીની આ વાત સાંભળીને દિગ્દર્શકે ભારપૂર્વક પૂછયું, ના, તું સિટિંગનો અર્થ સમજી નથી?ઁ તેના આ સવાલે અભિનેત્રીને વધુ અસહજ અનુભવ કરાવ્યો. તેમ છતાં તેણી તેની સાથે ગઈ, જોકે તે આ અસહજ ભાવનાથી બહાર નીકળી શકી નહીં.
તે રાત્રે, ઉપાસનાને ઊંઘ ન આવી અને પછી બીજા દિવસે, ઇચ્છા ન હોવા છતાં, તે બાંદ્રામાં ડિરેક્ટરની ઑફિસમાં ગઈ. જ્યારે તે આવી ત્યારે ડિરેક્ટર બીજા કેટલાક લોકો સાથે મીટિંગ કરી રહ્યા હતા. તેણીની સેક્રેટરીએ અભિનેત્રીને બહાર રાહ જોવાનું કહ્યું અને તે દરમિયાન ઉપાસના લાગણીઓના તોફાનમાંથી પસાર થઈ રહી હતી તેથી તે પોતાની જાતને કાબૂમાં રાખી શકી નહીં. પોતાના ગુસ્સાને કાબૂમાં ન રાખી શકી, તે મીટિંગ રૂમમાં પ્રવેશી અને ડિરેક્ટર સાથે ઝઘડો થયો. અભિનેત્રી કહે છે કે ‘પછી મારું સરદારની વાળું મગજ ઠનકયું.' ત્યારે તેણે લગભગ પાંચ મિનિટ સુધી પંજાબી લોકોની સામે તેને ગાળો આપી હતી. પોતાના ગુસ્સા અને હતાશાને તે રોકી શકી નહીં.
ઓફિસમાંથી બહાર આવતાં જ તેને સત્યનો સામનો કરવો પડ્યો. તેણીએ સ્ટેન્ડ લીધો હોવા છતાં, તે પસ્તાવાની લાગણીને દૂર કરી શકી નહીં. અભિનેત્રીએ કહ્યું કે જ્યારે હું તેની ઓફિસમાંથી બહાર આવી ત્યારે મને યાદ આવ્યું કે મેં ઘણા લોકોને કહ્યું હતું કે મેં અનિલ સાથે ફિલ્મ સાઈન કરી છે. ફૂટપાથ પર ચાલતી વખતે હું રડવું રોકી નહીં.
આ પીડાદાયક અનુભવે ઉપાસનાને ભારે નુકસાન પહોંચાડ્યું અને તેણે આગામી સાત દિવસ સુધી પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી. બહારની દુનિયાનો સામનો કરવા માટે તે પોતાની જાતને તૈયાર ન કરી શકી, સતત રડતી રહી અને આ ઘટનાને મનમાં રિપિટ કરતી રહી. અભિનેત્રી કહે છે, હું સાત દિવસ સુધી મારા રૂમમાંથી બહાર ન આવી. હું રડતી રહી, વિચારતી હતી કે હું લોકોને શું કહીશ. તેનો અવાજ તે સમયે તેણે અનુભવેલું ઊંડા દુઃખ વ્યક્ત કરતો હતો. પરંતુ અલગાવના એ લાંબા, દર્દનાક દિવસો દરમિયાન તેની અંદર કંઈક પરિવર્તન થયું. ઉપાસનાએ અનુભવને સમજાવાનું શરૂ કર્યું અને પોતાના દુઃખમાંથી તાકાત મેળવી.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
