News of Thursday, 6th February 2025
કંગનાએ મનાલીમાં કૅફે ખોલીને બાળપણનું સપનું પૂરું કર્યું
મારું બાળપણનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. હિમાલયના ખોળામાં મારી નાની કૅફે ધ માઉન્ટન સ્ટોરી એ એક પ્રેમકથા છે

મનાલી તા. ૬: બૉલીવુડ ઍક્ટ્રેસ, ફિલ્મમેકર અને રાજકારણી કંગના રનૌતે હવે કૅફેમાલિક બનવાનું પોતાનું બાળપણનું સપનું પૂરું કર્યું છે. કંગના ૧૪ ફેબ્રુઆરીએ નવી કૅફેનું ઓપનિંગ કરી રહી છે. કંગનાની નવી કૅફે મનાલીના -ીણી વિસ્તારમાં હિમાલયની ટેકરીઓમાં આવેલી હોવાથી એનું નામ ધ માઉન્ટન સ્ટોરી રાખવામાં આવ્યું છે. કંગનાએ મનાલીમાં એક ઘર પણ બનાવ્યું છે.
કંગનાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને આ માહિતી શૅર કરી છે અને લખ્યું છે કે ‘મારું બાળપણનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. હિમાલયના ખોળામાં મારી નાની કૅફે ધ માઉન્ટન સ્ટોરી એ એક પ્રેમકથા છે. એ ૧૪ ફેબ્રુઆરી, વૅલેન્ટાઇન્સ ડેના રોજ ઓપન થશે. એ ફક્ત રેસ્ટોરાં નથી, વારસો અને દિલનો ઉત્સવ છે. એ હિમાલયની વાસ્તુકલા, આરામદાયક ઇન્ટીરિયર અને પહાડી સ્વાદનું સંપૂર્ણ મિશ્રણ છે.'
કંગનાએ પોસ્ટમાં ઘણી તસવીરો તેમ જ એક વિડિયો શૅર કર્યો છે જેમાં કૅફેની એક ઝલક ચાહકોને બતાવી છે. કંગનાની કૅફેની બનાવટમાં લાકડાં અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કૅફેમાં ઇન્ડોર અને આઉટડોર બેઠકવ્યવસ્થા પણ છે. કંગનાએ વિડિયોમાં મેનુની પણ માહિતી આપી છે.(૩૮.૩)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
