News of Thursday, 13th February 2025
સોમનાથ હુમલા પર આધારિત 'કેસરી વીર 'નું દમદાર ટીઝર રિલીઝ
ટીઝરમાં સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય અને સુનીલ શેટ્ટીનો ખતરનાક અંદાજ જોવા મળી રહ્યો છે

મુંબઈ :સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને નવોદિત આકાંક્ષા શર્મા અભિનીત કેસરી વીર: લેજન્ડ્સ ઑફ સોમનાથનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની ઝલક દમદાર જોવા મળી રહી છે, આ ફિલ્મ આવતા માર્ચમાં રિલીઝ થવાની છે
બે મિનિટના ટીઝરમાં સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય અને સુનીલ શેટ્ટીનો ખતરનાક અંદાજ જોવા મળી રહ્યો છે. જેમાં ટીઝરમાં તેઓ શાસ્ત્રને શસ્ત્ર, મંદિરોની રક્ષા માટે તલવાર ઉઠાવવાની સાથે હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છે. કેસરી વીરથી આકાંક્ષા શર્મા ડેબ્યુ કરી રહી છે
સૂરજ પંચોલી અભિનીત આ હિસ્ટોરિકલ ડ્રામા એક ગુમનામ યોદ્ધાવીર હમીરજી ગોહિલની કહાણી પર આધારિત છે. 14 મી સદીમાં ગુજરાતમાં સોમનાથ મંદિરને બચાવવા માટે ધર્મ યોદ્ધાઓની આ લડાઈની પહેલી ઝલક ફિલ્મ પ્રત્યે ચાહકોનો ઉત્સાહ વધારી દે છે. એક મિનિટ અને 47 સેકન્ડના આ ટીઝરમાં સૂરજ પંચોલીની એક્ટિંગ ધ્યાન ખેંચાવે તેવી છે
પ્રિન્સ ધીમનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મનું કનુ ચૌહાણે પ્રોડ્યુસ કરી છે. ટીઝરમાં વીએફએક્સનો સારો એવો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ આવતા મહિને 14 માર્ચના રોજ રિલીઝ થશે .
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
