<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

મરાઠા સામ્રાજ્યના બહાદુર યોદ્ધાની ભૂમિકામાં શું ખરા ઉતર્યા છે વિક્કી કૌશલ? : વાંચો ફિલ્મ 'છાવા'નો રિવ્યુ

'છાવા' ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રેમ મળ્યો: ફિલ્મ ફક્ત દર્શકોનું મનોરંજન જ નહીં કરે પણ તેમના મન પર ઊંડી છાપ પણ છોડશે.

મુંબઈ :ચાહકો ઘણા સમયથી વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'ની રાહ જોઈ રહ્યા હતા. લક્ષ્મણ ઉતેરકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વિક્કી કૌશલ મરાઠા સામ્રાજ્યના બહાદુર યોદ્ધા અને છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની ભૂમિકામાં છે. જાણો દર્શકોને કેવી લાગી ફિલ્મ…

મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક અને યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની મૃત્યુના સમાચાર સાથે આ કહાણીની શરૂઆત થાય છે. મુઘલ શાસક ઔરંગઝેબની સલ્તનતમાં કેદી હોવા છતાં છત્રપતિ સંભાજી મહારાજે મુઘલોના પાયા હચમચાવી નાખ્યા ત્યારે કેવો ભયાનક માહોલ હતો તેનું દ્રશ્ય ફિલ્મ રજૂ કરે છે. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'છાવા' એ જ બહાદુર મરાઠા યોદ્ધાની વાર્તાને પડદા પર લાવે છે.

 

વિકી કૌશલે કહ્યું હતું કે તેમના માટે સૌથી મોટો પડકાર એ હતો કે તેઓ છત્રપતિ સંભાજી મહારાજ કેવી રીતે બની શકે. તેમણે આ પડકારને સંપૂર્ણ જવાબદારી સાથે પૂર્ણ કર્યો છે. કુશળ યોદ્ધાની જેમ દુશ્મનોનો પીછો કરવાથી લઈને મરાઠાઓમાં સ્વતંત્રતા માટેનો ગર્વ વધારીને ઉત્સાહ જગાડવા સુધી વિક્કીએ બહાદુર મરાઠા યોદ્ધા સંભાજી મહારાજના જીવનની દરેક ક્ષણ જીવી છે.

રશ્મિકા મંદન્ના છત્રપતિ સંભાજી મહારાજની પત્ની યેસુબાઈના પાત્રમાં અદભૂત લાગી રહી છે. આ વખતે તેમના સંવાદોમાં દક્ષિણ ભારતીય ભાષાનો પ્રભાવ ઓછો દેખાય છે. બહુ ઓછા સંવાદો સાથે ઔરંગઝેબની ભૂમિકામાં અક્ષય ખન્ના સાબિત કરે છે કે તેનામાં કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવવાની ક્ષમતા છે. જોકે, લક્ષ્મણ આશુતોષ રાણા, ડાયના પેન્ટી અને દિવ્યા દત્તા જેવા કલાકારોનો યોગ્ય ઉપયોગ કરી શક્યા નથી. તેમનું પાત્ર અધૂરું લાગે છે.

 

'છાવા' ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રેમ મળ્યો છે. રિવ્યુ અનુસાર વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' દેશના ઇતિહાસ, લાગણીઓ, જુસ્સો, દેશભક્તિ, એક્શનને સરળ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરે છે. એક યુઝરે કહ્યું કે આ એક મહાકાવ્ય યાત્રા છે જે ફક્ત દર્શકોનું મનોરંજન જ નહીં કરે પણ તેમના મન પર ઊંડી છાપ પણ છોડશે. 

 એક યુઝરે લખ્યું કે વિક્કી પોતાની પેઢીના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક તરીકેની પોતાની ઓળખ મજબૂત કરી રહ્યો છું. એક યુઝરે કહ્યું કે 'છાવા' વિક્કીના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. એક યુઝરના મતે 'છાવા' એક સંપૂર્ણ પૈસા વસૂલ ફિલ્મ છે

(1:20 PM IST)