<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

રાજકુમાર રાવની એક્શન-થ્રિલર ફિલ્મ ‘માલિક’ 20 જૂને સિનેમાઘરોમાં થશે રિલીઝ

મુંબઇ:અભિનેતા રાજકુમાર રાવની એક્શન-થ્રિલર ફિલ્મ ‘મલિક’ ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે.  આ ફિલ્મમાં અભિનેતા પહેલી વાર ગેંગસ્ટરની ભૂમિકા ભજવતો જોવા મળશે.  આ ફિલ્મ 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.નિર્માતાઓએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટર સાથે રિલીઝ તારીખની જાહેરાત કરી, જેમાં અભિનેતા એક અલગ જ લુકમાં જોવા મળ્યા.  પોસ્ટરમાં, રાજકુમાર એક AK-47 પકડીને જીપની ટોચ પર ઊભો જોવા મળ્યો હતો.  પોસ્ટરમાં તેમની સામે ટ્રકોની કતાર પણ જોવા મળી હતી. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું, “માલિક આખા રાજ્ય અને દેશ પર રાજ કરવા આવી રહ્યો છે!  રાજકુમાર રાવ 20 જૂન, 2025 ના રોજ સિનેમાઘરોમાં માલિક તરીકે આવવાના છે.

 

(5:54 PM IST)