<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

સુનિલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સૂરજ પંચોલીની ‘કેસરી વીર-લિજેન્‍ડસ ઓફ સોમનાથ'નું ટીઝર રીલીઝ

સોમનાથ મંદિર પરના આક્રમણની કથા દર્શાવતી ફિલ્‍મ ૧૪મી માર્ચે રિલીઝ થશે

 

મુંબઇ તા. ૧૭: સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલીની ઐતિહાસિક ફિલ્‍મ ઁ‘કેસરી વીરઃ લેજેન્‍ડ્‍સ ઑફ સોમનાથ'નું ટીઝર રીલઝ થયું છે. આ ફિલ્‍મમાં અભિનેતા સુનિલ શેટ્ટી મહાન યોધ્‍ધાની ભુમિકામાં છે. જેમણે ૧૪મી સદીમાં સોમનાથ મંદિરને આક્રમણકારોથી બચાવવા માટે લડવામાં આવેલી ઐતિહાસિક લડાઈમાં ભાગ લીધો હતો. તેની સાથે સૂરજ પંચોલી વીર હમીરજી ગોહિલનું પાત્ર ભજવી રહ્યો છે. ટીઝરમાં જબરદસ્‍ત એક્‍શન સિક્‍વન્‍સ, દમદાર ડાયલોગ અને બહાદુરીની ક્ષણો બતાવવામાં આવી છે, જે ફિલ્‍મની ભવ્‍યતાનો અહેસાસ કરાવે છે. ફિલ્‍મમા સુનીલ શેટ્ટી અને સૂરજ પંચોલી હીરોની ભૂમિકા ભજવે છે, વિવેક ઓબેરોય ભયાનક વિલનની ભૂમિકા ભજવે છે, જે ગુજરાત પર હુમલો કરે છે અને મંદિરને લૂંટે છે. આ પીરિયડ ડ્રામામાં અકાંક્ષા શર્મા  આ ફિલ્‍મથી બોલિવૂડમાં ડેબ્‍યૂ કરી રહી છે. તે સૂરજ પંચોલી સાથે જોડીમાં જોવા મળશે. દિગ્‍દર્શક પ્રિન્‍સ ધીમાન દ્વારા નિર્દેશિત અને કનુ ચૌહાણ દ્વારા નિર્મિત, આ ફિલ્‍મમા અદભૂત સેટ અને ઐતિહાસિક માહોલનું પુનઃનિર્માણ કરીને બનાવવામાં આવ્‍યું છે, જેથી ફિલ્‍મમા ભવ્‍ય સિનેમેટિક અનુભવ થશે. આ ફિલ્‍મ આવતા મહિને ૧૪ માર્ચના રિલીઝ થશે.

(3:22 PM IST)