તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' વિવાદમાં રાખી સાવંતને પણ મહારાષ્ટ્ર સાયબર સેલનું તેડું
રણવીર અલાહબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ શોમાં તેની નિર્ણાયક તરીકે હાજરીને લઈને પૂછપરછ થશે

મુંબઇ તા.રરઃ પ્રખ્યાત યૂટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ'હાલમાં ભારે વિવાદમાં ફસાયો છે. શોમાં થયેલી એક ટિપ્પણીને કારણે દેશભરમાં ઉગ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલાહબાદિયા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ટિપ્પણીને કારણે વિવાદોમાં ફસાયો છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો ઇન્ડિયાઝ ગોટ લેટન્ટમાં રણવીરની માતા-પિતા અને તેમના વચ્ચેના શારીરિક સંબંધોની ટિપ્પણી દેશભરમાં રોષ અને ચર્ચાનો વિષય બની ગઈ છે. આ શોમાં અલગ-અલગ સેલેબ્રિટિસ અને કોમેડિયન્સને જજ તરીકે બોલાવવામાં આવે છે. અહેવાલ મુજબ બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત ને પણ મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા સમનસ પાઠવવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ, રાખી સાવંત પણ શોના એક એપિસોડમાં જજ તરીકે જોવા મળી હતી, તેથી આ મુદ્દે પૂછપરછ માટે તેને પણ બોલાવવામાં આવી છે.
માહિતી મુજબ, ૨૭ ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા રાખી સાવંતની પૂછપરછ થશે. આ પહેલા, ૨૪ ફેબ્રુઆરીએ પ્રખ્યાત યુટ્યુબર આશિષ ચંચલાની અને પોડકાસ્ટર રણવીર અલાહબાદિયાને પણ સ્ટેટમેન્ટ નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા છે. જયારે સમય રૈનાએ ૧૭ માર્ચ સુધીનો સમય માગ્યો હતો, જેને સાયબર સેલે નકાર્યો છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
