<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' નો કમાલ: બોક્સ ઓફિસ પર સલમાન અને શાહરુખની આ ફિલ્મોને પણ પછાડી

વર્ષ 2025 માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં વિક્કી કૌશલની છાવા પ્રથમ સ્થાને પહોંચી ગઈ

મુંબઈ :ગત 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ છાવા બોક્સ ઓફિસ પરથી ઉતરવાનું નામ લઈ રહી નથી. એટલું જ નહિ કમાણી મામલે પણ છાવા રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. રિલીઝના 13માં દિવસે છાવાની કમાણીમાં ઉછાળો આવ્યો છે. વિક્કી કૌશલ અને રશ્મિકાની આ ફિલ્મ દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

વર્ષ 2025 માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં વિક્કી કૌશલની છાવા પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. છત્રપતિ સંભાજી શિવાજીની બહાદુરી પર આધારિત આ કહાણી અને સ્ટાર કાસ્ટની કમાલની એક્ટિંગ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી રહી છે. છાવા ન માત્ર દેશ પરંતુ વિદેશીમાં પણ કમાણી મામલે તેનો કમાલ બતાવી રહી છે.

 

ધ બોક્સ ઓફિસના ઈન્સ્ટાપેજ અનુસાર બુધવારે છાવાએ વર્લ્ડ વાઈલ્ડ 27 થી 30 કરોડ રુપિયાનું ક્લેક્શન કર્યું હતું. 130 કરોડના બજેટમાં બનેલી છાવાની કમાણી અત્યાર સુધીમાં 540 થી 545 કરોડને પાર થઈ ગઈ છે. આ સાથે જ છાવા મોટી મોટી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી રહી છે. આ સાથે જ છાવાએ પાંચ બોલિવુડ ફિલ્મોને હંફાવી દીધી છે. જેમાં સલમાન ખાન અને શાહરુખ ખાનની મોટી ફિલ્મો સામેલ છે.

  • વોર - 475 કરોડ
  • ડંકી - 470 કરોડ
  • ટાઈગર 3 - 466 કરોડ
  • અંધાધુન - 456 કરોડ
  • ચેન્નાઈ એક્સપ્રેસ - 424 કરોડ

(11:38 AM IST)