તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
બોક્સઓફિસ પર ' છાવા ' છવાઈ :7 ફિલ્મોને માત આપીને ત્રીજા રવિવારની કમાણીમાં બની નંબર 1
છાવા ફિલ્મ રિલીઝ થયાને 17 દિવસ વીતી ગયા છે અને આ ફિલ્મ કલેક્શનના મામલે બોક્સ ઓફિસ પર હાર સ્વીકારવા તૈયાર નથી

મુંબઈ :14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલ ડ્રામા પીરિયડ છાવાએ બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પહેલા દિવસથી જ આ ફિલ્મે જોરદાર નફો કર્યો છે અને બોલિવૂડથી લઈને સાઉથ સિનેમા સુધીની ઘણી મોટી ફિલ્મોને માત આપી છે. રિલીઝના 17માં દિવસે પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે, કારણ કે ત્રીજા રવિવારે વિકી કૌશલના પ્રભાવે કમાણીના મામલામાં ફરી એકવાર 7 ફિલ્મોને પછાડી દીધી છે.
છાવા રિલીઝ થયાના દિવસથી લઈને અત્યાર સુધી ફિલ્મ સતત ડબલ ડિજિટની કમાણી કરી રહી છે. આ ફિલ્મે ત્રીજા રવિવારે પણ આવું જ કારનામું કર્યું છે. તેની રિલીઝના 17માં દિવસે, છાવાએ લગભગ રૂપિયા 27 કરોડનું બમ્પર કલેક્શન કર્યું છે, જે ત્રીજા રવિવારે કોઈપણ ભારતીય ફિલ્મની સૌથી વધુ કમાણીનો આંકડો છે. ચાલો જાણીએ છાવાએ કઈ કઈ ફિલ્મો પાછળ છોડી છે.
ત્રીજા રવિવારે કમાણીમાં છાવા અગ્રેસર
- છાવા - 27 કરોડ
- પુષ્પા 2 – 27 કરોડ
- સ્ત્રી 2- 22 કરોડ
- બાહુબલી 2 - 17 કરોડ
- ગદર 2 - 16 કરોડ
- જવાન - 15 કરોડ
- એનિમલ- 13 કરોડ
- પઠાણ - 13 કરોડ
એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં છાવા લાઇફટાઇમ બોક્સ ઓફિસ કલેક્શનના મામલે મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે.
17 દિવસ બાદ વિકી કૌશલ અને રશ્મિકા મંદાન્નાની ફિલ્મ છાવાએ લગભગ 480 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સંદર્ભમાં, આ ફિલ્મ ટૂંક સમયમાં 500 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શ કરશે. છાવાએ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારની બાબતમાં ઈતિહાસ રચ્યો છે અને 500 કરોડના ક્લબમાં પ્રવેશ કરીને આ ફિલ્મ એક નવી સિદ્ધિ હાંસલ કરશે.
છાવા પહેલા, શાહરૂખ ખાનની પઠાણ, જવાન, રાજકુમાર રાવ સ્ત્રી 2, રણબીર કપૂરની એનિમલ અને સની દેઓલની ગદર 2 જેવી હિન્દી ફિલ્મ 500 કરોડ રૂપિયાના બોક્સ ઓફિસ કલેક્શનમાં સફળ રહી છે. આવી સ્થિતિમાં છાવાનું નામ પણ આ યાદીમાં સામેલ થવા જઈ રહ્યું છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
