News of Tuesday, 11th March 2025
'છાવા' ભારતની ટોચની 10 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ

મુંબઈ: વિક્કી કૌશલ અભિનીત ફિલ્મ 'છાવા' ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ટોચની 10 ફિલ્મોમાં પ્રવેશી ગઈ છે. આ ઐતિહાસિક પીરિયડ ડ્રામાનું ચોથું અઠવાડિયું છે અને ફિલ્મે તેના ચોથા સોમવારે પણ બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખી છે.૭ માર્ચે, નિર્માતાઓએ 'છાવા' તેલુગુ ડબ વર્ઝનમાં રિલીઝ કરી. આનો ફાયદો ફિલ્મને થયો છે. સસિંકના જણાવ્યા મુજબ, ફિલ્મે શનિવારે ₹16.75 કરોડની કમાણી કરી હતી, જેમાંથી ₹13.5 કરોડ હિન્દીમાં અને ₹3.25 કરોડ તેલુગુ ડબમાં કલેક્શન થયા હતા. રવિવારે લગભગ 30 ટકા ઘટીને, તેણે ₹10.75 કરોડની કમાણી કરી, જેમાંથી ₹8.5 કરોડ હિન્દીમાંથી અને ₹2.25 કરોડ તેલુગુ ડબમાંથી આવ્યા.૨૫ દિવસ સુધી સિનેમાઘરોમાં ચાલ્યા પછી, 'છાવા' એ સત્તાવાર રીતે ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ 2025 ની પહેલી બોલિવૂડ ફિલ્મ છે જેણે આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 'છાવા' એ તેના 25મા દિવસે 6.25 કરોડ રૂપિયાની કમાણી કરી, જેનાથી તેનું કુલ કલેક્શન 526.05 કરોડ રૂપિયા થયું.'છાવા'' ના વિશ્વવ્યાપી કલેક્શન વિશે વાત કરીએ તો, વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની નવી ફિલ્મે વિશ્વભરમાં 700નો આંકડો પાર કરી લીધો છે. 'છાવા' એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 705.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઈદ સુધી બોક્સ ઓફિસ પર કોઈ મોટી ફિલ્મ રિલીઝ થવાની નથી, જેના કારણે 'છાવા'ને તેનો ફાયદો મળી શકે છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
