તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
મુશ્કેલ સમયમાં ભગવાન પર ભરોસો રાખી વિશ્વાસ રાખો કે ભગવાન તમને પ્રેમ કરે છે
હાર્દિક સાથે છૂટાછેડા બાદ નતાશાએ શેર કરી પોસ્ટ

મુંબઈ, તા.૧૯: હાર્દિક પંડ્યાનું નામ હાલમાં જાસ્મિન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે. બીજી તરફ તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર પ્રેમ અને વિશ્વાસની વાત કરી હતી. ક્રિકેટરની પૂર્વ પત્નીએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા પછી હાર્દિક તેના જીવનમાં આગળ વધ્યો છે. પરંતુ નતાશાની લેટેસ્ટ પોસ્ટ જોઈને લાગે છે કે તેને તેના જીવનમાં ફરી પ્રેમ મળ્યો નથી.
સોશિયલ મીડિયા સ્ટોરી પર પોતાનો ફોટો શેર કરતી વખતે નતાશાએ પોતાનો એક વીડિયો પોસ્ટ કરીને એક મોટીવેશનલ પોસ્ટ શેર કરી છે, જેમાં એકટ્રેસે લોકોને મુશ્કેલ સમયમાં ભગવાન પર ભરોસો રાખવાની અપીલ કરી છે. આ પોસ્ટમાં નતાશા ફુલ સ્વેગમાં ડ્રાઇવિંગ કરતી જોવા મળે છે અને જીવનનો આનંદ માણતી દેખાઈ હતી
નતાશાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, તમારા મગજમાં બેઠેલા માણસરૂપી શેતાનને ખોટું બોલવા ન દો. તેને તમારા મૂલ્યો અને મહત્ત્વ પર પ્રશ્ન ન ઉઠાવવા દો. તમે દુનિયામાં એક અદ્ભુત માણસ છો, જેને ભગવાને આ દુનિયામાં કોઈ કારણોસર મોકલ્યા છે. આથી તેમના પર ભરોસો રાખો અને એવો વિશ્વાસ રાખો કે ભગવાન તમને પ્રેમ કરે છે.
આ અંગે એકટ્રેસે વધુમાં લખ્યું હતું કે, એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે પ્રેમથી બોલો. સકારાત્મક વાતો કરો, જેથી શેતાન તમને સ્પર્શ પણ ન કરી શકે.
નતાશાની આ પોસ્ટે ફેન્સને ચોંકાવી દીધા છે. કેટલાક લોકોનું માનવું છે કે નતાશાએ તેના પૂર્વ પતિ હાર્દિક પંડ્યા પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે. જો કે, સત્ય શું છે તે ફક્ત નતાશા જ કહી શકે છે.
જણાવી દઈએ કે ડેટિંગ કર્યા બાદ નતાશા અને હાર્દિકે વર્ષ ૨૦૨૦માં સાદાઈથી લગ્ન કરી લીધા હતા. આ પછી, તેઓએ ફેબ્રુઆરી ૨૦૨૩ માં ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને એક પુત્ર પણ છે. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શકયો નહીં અને જુલાઈ ૨૦૨૪માં બંનેએ છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
