News of Wednesday, 26th March 2025
છોરી ૨ ભૂલથી પણ એકલા જોવાની ન કરવી ભૂલ, નુસરત ભરુચા લાવી ફરી એ જ ડર અને આતંક
છોરી ૨નું ટીઝર રિલીઝ..નુસરત ભરૂચા ભજવી રહી છે મુખ્ય ભૂમિકાઃ લાંબા સમયથી રાહ જોયા બાદ છોરીમી સીક્વલ પણ રિલીઝ થવા માટે તૈયાર છે

મુંબઈ,તા.૨૬: સૌથી ભયાવહ ફિલ્મોના લિસ્ટમાં મોખરે છોરી ચાર વર્ષ પછી દર્દનાક મંજર સાથે ફરી એકવાર પાછી આવી રહી છે. ૨૦૨૧માં રિલીઝ થયેલી છોરીએ દર્શકોના રુંવાટા ઊભા કરી દીધા હતા. સામાજિક મુદ્દા અને લોકકથાઓ પર આધારિત ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે ખૂબ જ વખાણ કર્યા હતા. હવે લાંબા સમયથી રાહ જોયા બાદ છોરીની સીક્વલ પણ રિલીઝ થવા માટે તૈયાર છે.
મરાઠી ફિલ્મ લપાછાપીની હિન્દી રીમેક છોરીની સીક્વલ છોરી ૨નું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ૨૫ માર્ચના રોજ પ્રાઈમ વીડિયોએ એક મિનિટ ૨૮ સેકેન્ડનું ટીઝર રિલીઝ કર્યું છે જેને જોવા માટે પહેલા તમારે તમારું મન મક્કમ કરવું પડશે.
ટીઝરની શરૂઆત એક નાની છોકરી ખેતરમાં તેની માતાને શોધતી દેખાય છે અને પછી કોઈ બળપૂર્વક તેને કૂવામાં લઈ જાય છે. પોતાની દીકરી ઈશાનીને શોધતી શોધતી નુસરત ભરૂચા એવી જગ્યાએ પહોંચે છે જ્યાં ફક્ત ભય અને રહસ્ય છુપાયેલું હોય છે. આ ટીઝરમાં રહસ્યમયી શક્તિઓ અને સામાજિક દુષણો સામે માતાના સંઘર્ષની રસપ્રદ વાર્તા બતાવવામાં આવી છે. ટીઝરનો દરેક સીન હૃદયદ્રાવક છે. સોહા અલી ખાન ભૂત તરીકે લોકોના હૃદયમાં ડર પેદા કરે છે.
આ ભયાનક ટીઝર શેર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે, ફરી એકવાર... એ જ ખેતર, એ જ ભય અને એ જ ભયનો આતંક. વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત ફિલ્મનું આ ટીઝર જોઈને લોકો આヘર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે કહ્યું, ભયનો માહોલ સર્જાયો છે.ૅ એકે કહ્યું વાહ, આ તો ખૂબ જ ભયાનક છે. મજા આવશે, એકે કહ્યું. કેટલાક લોકોએ કહ્યું કે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવી જોઈતી હતી.
છોરીની જેમ, છોરી ૨ પણ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ૧૧ એપ્રિલથી OTT પર જોઈ શકાશે. આ ફિલ્મમાં નુસરત ભરૂચા અને સોહા અલી ખાન સાથે સૌરભ ગોયલ અને પલ્લવી પાટિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ટી-સિરીઝ દ્વારા બનાવવામાં આવી છે.
છોરી ૨નું પ્રીમિયર ફક્ત પ્રાઇમ વીડિયો પર ૧૧ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ભારતમાં અને વિશ્વભરના ૨૪૦થી વધુ દેશોમાં થશે. છોરી વિશે વાત કરીએ તો, આ ફિલ્મ ૨૬ નવેમ્બર ૨૦૨૧ના રોજ પ્રાઇમ વીડિયો પર પણ આવી હતી. આ વર્ષે, નિર્માતાઓએ તેની સિક્વલની પણ જાહેરાત કરી હતી.
ફાઇન આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલી નુસરત ભરૂચાએ ૨૦૦૨માં ‘‘કિટ્ટી પાર્ટી'' સીરિયલથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી હિન્દી ફિલ્મ ‘‘જય સંતોષી મા'' (૨૦૦૬) હતી. ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘‘એલએસડી''થી તેને સફળતા મળી. તે ‘‘પ્યાર કા પંચનામા'', ‘‘સોનુ કે ટીટુ કી સ્વીટી'', ‘‘ડ્રીમ ગર્લ'', ‘‘છલાંગ'' અને ‘‘રામ સેતુ'' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. ગયા વર્ષે તે ‘‘છત્રપતિ'' અને ‘‘અકેલી''માં જોવા મળી હતી. એ જ વર્ષે, તેમણે ‘‘તુ ઝૂઠી, મેં મક્કર''માં એક નાનકડી ભૂમિકા ભજવી.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
