News of Wednesday, 26th March 2025
બોમન ઇરાની હોટલ તાજ પહોંચી થયા ભાવુકઃ કયારેક અહીં રૂમ સર્વિસમાં સર્વ કરતા હતા ચા અને ભોજન

મુંબઈ તા.૨૬: બોલીવુડ એકટર બોમન ઈરાની તાજેતરમાં મુંબઈની તાજ હોટેલની મુલાકાત લીધા પછી ભાવુક થઈ ગયા હતા. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું કે તે પહેલા આ જગ્યાએ કામ કરતા હતા. તેમની ડ્યુટી રૂમ સર્વિસની હતી જેમાં તેમને ચા વગેરે સર્વ કરવાની હોતી હતી. આજે તેઓ કોઈ કોર્પોરેટ ઇવેન્ટમાં મહેમાન તરીકે સૂટ અને બુટ પહેરીને ત્યાં પહોંચ્યા હતા.
બોમન ઈરાની બોલિવૂડના જાણીતા અભિનેતા છે. પોતાના તાજેતરના વીડિયોમાં તેમણે કહ્યું કે જીવનમાં કંઈ પણ સરળતાથી મળતું નથી. તે કોઈ કાર્યક્રમ માટે મુંબઈના કોલાબામાં તાજ હોટેલમાં રોકાયા હતા. તેમણે એક વીડિયો બનાવ્યો અને કહ્યું કે તે ૧૯૭૯માં અહીં કામ કરતા હતા. બોમન એ જ પેસેજમાં ઊભા હતા જ્યાંથી તે ચા, નાસ્તો, ખોરાક અને ફ્રુટ બાસ્કેટ લઈને આવતા-જતા હતા. તે ત્યાં રૂમ સર્વિસમાં કામ કરતા હતા. વીડિયોની સાથે, બોમને લખ્યું, ‘‘આઈકોનિક તાજમાં જિંદગીએ એક ચક્ર પુરું કર્યું.'' તેમણે ભગવાનનો આભાર પણ વ્યક્ત કર્યો
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
