<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

‘વીર હનુમાન' શોમાં સૂર્ય તરફ હનુમાનજીનો સાહસિક કૂદકો

 

મુંબઇ તા. ૩૧: સોની સબની સિરીયલ વીર હનુમાન તેના ચિત્રણ અને  ભગવાન હનુમાનજીની વાર્તાઓથી પ્રેક્ષકોને આકર્ષિત કરવાનું ચાલુ રાખે છે. મારૂતિના હનુમાનમાં રૂપાંતરની પ્રેણાદાયી યાત્રાનું નિરૂપણ કરતો આ શો હિંમત, નિર્દોષતા અને દૈવી ભાગ્‍યની વાર્તાઓને સુંદર રીતે જોડે છે. યુવાન મારૂતિ તરીકે આન તિવારી, કેસરી તરીકે આરવ ચૌધરી, અંજની તરીકે સાયલી સાલુંખે અને શક્‍તિશાળી બાલી અને સુગ્રીવ તરીકે માહિર પાંધી અભિનિત શો દર સોમવારથી શનિવાર સાંજે ૭:૩૦ કલાકે પ્રસારીત થાય છે. તાજેતરના એપિસોડમાં પ્રેક્ષકોએ જોયું કે મારૂતિની રમતિયાળ જિજ્ઞાસા તેમને મહેલની દિવાલોની બહાર લઈ જાય છે. તેમની નિર્દોષ ભૂખ અને અસીમ ઉર્જાથી પ્રેરિત, મારૂતિને પાકેલી કેરીઓની ટોપલી મળે છે જે એક નવા સાહસ તરફ દોરી જાય છે. જો કે તે કોઈ સામાન્‍ય તળષ્‍ણા નથી જે તેને આગળ લઈ જાય છે. મારૂતિ તેમની નજર તેજસ્‍વી સૂર્ય પર મૂકે છે, તેને અંતિમ સુવર્ણ ફળ સમજે છે. જેમ જેમ તે પળથ્‍વી અને આકાશમાં આ હિંમતવાન પ્રવાસ શરૂ કરે છે, મારુતિનો માર્ગમાં શકિતશાળી જટાયુ (ભીમરાજ માલાજી) અને રાહુ (સૌરભ કૌશિક) સહિત શક્‍તિશાળી દળોથી સામનો છે, જેના પરિણામે રોમાંચક મુકાબલો થાય છે. સૂર્યને ગળી જવાની મારુતિની અવિરત ઇચ્‍છા દેવતાઓને પણ ચિંતામાં મૂકી દે છે. પણ શું મારૂતિ સૂર્યને ગળી જાય અને બ્રહ્માંડ વ્‍યવસ્‍થામાં ખલેલ પહોંચાડે તે પહેલાં દેવતાઓ હસ્‍તક્ષેપ કરી શકશે? અથવા યુવાન હનુમાનની નિર્દોષ તોફાન અરાજકતામાં ફેરવાશે?

(11:02 AM IST)