<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

પુષ્પા રાજ નામના વાસ્તવિક સ્મગલરના નામ પરથી ઉભું થયું 'પુષ્પા'નું સામ્રાજ્ય

પુષ્પા ફ્રેન્ચાઇઝીની ફિલ્મોમાં અલ્લુ અર્જૂન લાલ ચંદનના સ્મગર પુષ્પા રાજનો રોલ કરે છે

મુંબઈ:પુષ્પાના ડિરેક્ટર સુકુમાર હજુ પણ 'પુષ્પાઃ ધ રુલ'ની સફળતાને માણી રહ્યા છે. હજુ તેમણે કોઈ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર પણ ઇતિહાસ સર્જ્યાે છે. અલ્લુ અર્જૂનની આ ફિલ્મ ૧૮૦૦ કરોડની કમાણી સાથે ભારતના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. પુષ્પા ફ્રેન્ચાઇઝીની ફિલ્મોમાં અલ્લુ અર્જૂન લાલ ચંદનના સ્મગર પુશ્પા રાજનો રોલ કરે છે. ચેન્નઈમાં યોજાએલ એક એવોર્ડ સમારોહમાં ડિરેક્ટર સુકુમારે આ પાત્રના નામ પાછળની સાચી સ્ટોરીનો ખુલાસો કર્યાે હતો.સુકુમારે કહ્યું, "સાઉથ ઇન્ડિયામાં દાયકાઓથી લાલ ચંદનની સ્મગલિંગ ઘણી ફુલી ફાલી છે. શરૃઆતમાં મેં આના પર એક ડોક્યુમેન્ટરી બનાવવાનું વિચાર્યું હતું. મારા આ અંગેના સંશોધન વખતે હું કેટલાંક સ્મગલર્સને મળ્યો પણ ખરો. તેમાંથી એક સ્મગલરનું નામ પુષ્પ રાજ હતું, બધા એને પુષ્પા કહેતા હતા. મને લાગ્યું કે આ નામ રસપ્રદ છે, તો મેં ફિલ્મમાં અલ્લુ અર્જુનને સ્મગલર પુષ્પ રાજનું નામ આપવાનું નક્કી કર્યું." જોકે, સુકુમારે તેમના આગામી પ્રોજેક્ટ અંગે કોઈ વાત કરી નથી. એવી ચર્ચા અને અફવાઓ છે કે સુકુમાર તેમની ફિલ્મ 'રંગસ્થલમ'ના હિરો રામ ચરણ સાથે આગળની ફિલ્મ કરી રહ્યા છે. આ અંગે કોઈ જાહેરાત થઈ નથી પરંતુ આ ફિલ્મ ૨૦૨૬માં ફ્લોર પર જાય એવી શક્યતા છે.

(11:17 AM IST)