<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

સલમાનની 'સિકંદર' વીકેન્ડમાં પણ ન ચાલીઃ 100 કરોડ સુધી માંડ પહોંચી

મુંબઇઃ એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત સલમાન ખાન અને રશ્મિકા મંદનાની ફિલ્મ 'સિકંદર'એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી. પરંતુ ધીમે ધીમે તે તેની ચમક ગુમાવી. સ્થિતિ એ છે કે પ્રથમ સપ્તાહના અંત પછી પણ ફિલ્મ વીકેન્ડમાં પણ વધુ કમાણી કરી શકી નથી. ગમે તે રીતે તે 100 કરોડ કમાઈ લે તો સારૂ. કારણ કે શનિવારના આંકડાઓ જોતા એવું નથી લાગતું કે આ ફિલ્મ વધુ પાવર બતાવી શકશે.

અહેવાલ અનુસાર, 'સિકંદર'એ શનિવારે ભારતમાં 3.75 કરોડ રૂપિયાની કમાણી કરી, સાત દિવસમાં તેની કુલ કમાણી 97.50 કરોડ રૂપિયા થઈ ગઈ. 26 કરોડથી શરૂ થયેલી આ ફિલ્મે પાંચ દિવસમાં 90.25 કરોડની કમાણી કરી હતી. તે રવિવારે રિલીઝ થઈ હોવાથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ અઠવાડિયે ફિલ્મ વધુ સારું પ્રદર્શન કરશે. પરંતુ શુક્રવારે સિકંદરે 3.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે 41.67%નો ઘટાડો દર્શાવે છે.

સલમાન અને રશ્મિકા ઉપરાંત 'સિકંદર'માં સત્યરાજ, કાજલ અગ્રવાલ, શરમન જોશી, પ્રતિક બબ્બર, કિશોર, જતીન સરના અને સંજય કપૂર પણ છે. ફિલ્મમાં સલમાન સંજય રાજકોટ નામના રાજાની ભૂમિકા ભજવી રહ્યો છે, જેણે રશ્મિકા સાથે લગ્ન કર્યા છે. ફિલ્મમાં તેનો સામનો એક ભ્રષ્ટ રાજકારણી અને તેના પુત્ર સાથે થાય છે.

(3:21 PM IST)