<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

દીપિકા પાદુકોણ બનશે ૧૪ વર્ષ નાની સુહાના ખાનની મમ્‍મી

શાહરુખ અને દીપિકાની જોડી ડિરેક્‍ટર સિદ્ધાર્થ આનંદની એક્‍શન ફિલ્‍મ કિંગમાં જોવા મળશે

મુંબઇ તા.૮: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ જયારે પણ સ્‍ક્રીન પર સાથે આવે છે ત્‍યારે તેમની કેમિસ્‍ટ્રી હંમેશાં લોકોને ગમી છે. હવે આ જોડી ફરી એક વાર સાથે આવી રહી છે. ‘ઓમ શાંતિ ઓમ', ‘ચેન્નઈ એક્‍સપ્રેસ', ‘પઠાન'અને ‘જવાન' પછી ફરી આ જોડી સાથે આવી રહી છે.

હવે આ જોડી ડિરેક્‍ટર સિદ્ધાર્થ આનંદની એક્‍શન ફિલ્‍મ ‘કિંગ'માં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે દીપિકા પાદુકોણ ‘કિંગ'માં એક રસપ્રદ કેમિયોમાં જોવા મળશે અને તે આ ફિલ્‍મમાં સુહાના ખાનની મમ્‍મીના રોલમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે દીપિકા રિયલ લાઇફમાં સુહાના ખાન કરતાં માત્ર ૧૪ વર્ષ મોટી છે છતાં તે સુહાનાની મમ્‍મીનો રોલ કરવા તૈયાર થઈ છે.

આ ફિલ્‍મ સાથે સંકળાયેલી વ્‍યક્‍તિએ માહિતી આપી હતી કે ફિલ્‍મમાં દીપિકાનો રોલ નાનો છે, પણ વાર્તામાં એ બહુ મહત્ત્વનો છે. એ વાર્તાને મજબૂત બેકગ્રાઉન્‍ડ આપે છે. શાહરુખ અને સિદ્ધાર્થ બન્ને આ રોલમાં દીપિકાને સાઇન કરવા ઇચ્‍છતા હતા. આ રોલ બહુ મોટો ન હોવા છતાં દીપિકાએ આ રોલમાં કામ કરવાની હા પાડી છે, કારણ કે તે ફિલ્‍મને ઇમોશનનો સ્‍પર્શ આપે છે.

‘કિંગ'શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આ છઠ્ઠી ફિલ્‍મ છે. એ સિવાય ચર્ચા છે કે આ જોડી યશરાજ ફિલ્‍મ્‍સની ‘પઠાન ૨' માં પણ જોવા મળશે.

(4:32 PM IST)