<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

બોબી દેઓલે ખરીદી ૨.૯૫ કરોડ રૂપિયાની રેન્‍જ રોવર

હાલમાં બોબી દેઓલ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સતત આગળ વધી રહ્યો છે

 

 

મુંબઇ તા.૧૮: હાલમાં બોબી દેઓલ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સતત આગળ વધી રહ્યો છે. ‘એનિમલ'માં બોબીની એક્‍ટિંગ બધાને ગમી હતી અને એ પછી તે વેબ-સિરીઝ ‘આશ્રમ'માં પણ જોરદાર ઍક્‍ટિંગ કરીને છવાઈ ગયો છે. એ સિવાય બોબી પાસે હાલમાં અનેક રસપ્રદ પ્રોજેક્‍ટ્‍સ છે. પોતાની સફળતાની ખુશીને જાણે સેલિબ્રેટ કરવી હોય એમ બૉબીએ હાલમાં ૨.૯૫ કરોડ રૂપિયાની લક્‍ઝરી કાર રેન્‍જ રોવર SUV ખરીદી છે. આ લક્‍ઝરી કારની તસવીર સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરોમાં બ્‍લૅક ટી-શર્ટ અને કાર્ગોમાં બૉબી હૅન્‍ડસમ દેખાઈ રહ્યો છે.

હકીકતમાં બૉબી દેઓલને લક્‍ઝરી કારનો બહુ શોખ છે. તેની પાસે રેન્‍જ રોવર સ્‍પોર્ટ, લેન્‍ડ રોવર ફ્રીલેન્‍ડર, રેન્‍જ રોવર વોગ અને મર્સિડીઝ બેન્‍ઝ S ક્‍લાસ છે. હવે તેના લક્‍ઝરી કારના કાફલામાં વધુ એકનો ઉમેરો થયો છે.(૩૮.૧૦)

(9:49 AM IST)