<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

'વિકી ડોનર' ફરી સિનેમાઘરોમાં રિલીઝ: આયુષ્માને કહ્યું 'ફિલ્મે મારું જીવન બદલી નાખ્યું'

મુંબઇ: અભિનેતા આયુષ્માન ખુરાના અને અભિનેત્રી યામી ગૌતમ ધર સ્ટારર ફિલ્મ ‘વિકી ડોનર’ શુક્રવારે સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ. અભિનેતાએ ‘વિકી ડોનર’ ને તેમની “જીવન બદલી નાખનારી ફિલ્મ” ગણાવી.૧૩ વર્ષ પહેલાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘વિકી ડોનર’ પ્રત્યે પોતાનો પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરતા આયુષ્માન ખુરાનાએ કેપ્શનમાં લખ્યું, “૧૩ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિકી ડોનર’ એ તમારા હૃદયમાં સ્થાન બનાવ્યું અને મારું જીવન હંમેશા માટે બદલી નાખ્યું.અભિનેતાએ વધુમાં ઉમેર્યું, “’વિકી ડોનર’ સિનેમાઘરોમાં પાછી આવી ગઈ છે અને હું ફરીથી એ જ પ્રેમ અને સ્નેહ અનુભવી રહ્યો છું.”

(4:47 PM IST)