News of Tuesday, 22nd April 2025
ભારતમાં સૌથી વધુ જોવાયેલી સૂર્યવંશમ ફ્લોપ ફિલ્મે રેકોર્ડ તોડ્યો
૧૦૦ કરોડથી વધારે વ્યૂઝ મળ્યા, શોલે-બાહુબલી નજીકમાં પણ નથી : ૭ કરોડમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં ખાલી ૧૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી આ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. છેલ્લા કેટલાક વર્ષોમાં તે એટલી વાર ટીવી પર આવી ચૂકી છે કે શું વાત કરીએ. તમે આ ફિલ્મને હજુ પણ એમેઝોન પ્રાઈમ અને યૂટયૂબ પર મફતમાં જોઈ શકો છો

મુંબઇ તા.૨૨: મોટા ભાગે આપણે જ્યારે સૌથી વધારે જોવાયેલી ફિલ્મો વિશે વાત કરીએ તો ‘‘શોલે'', ‘‘મુગલ-એ-આઝમ'', ‘‘બાહુબલી'' અને એવી કેટલીય ફિલ્મો છે, જે આપણા મગજમાં તરી આવે. પણ અમે આપને એવી ફિલ્મ વિશે વાત કરીએ જે ફ્લોપ હોવા છતાં ભારતની સૌથી વધારે જોવાયેલી ફિલ્મ બની છે. સોની મેક્સ અથવા યૂટયૂબ પર સ્ક્રોલ કરનારા લોકોને તેના વિશે જરૂરથી ખબર હશે. અમે આજે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ, તેમાં બોલીવુડના સૌથી મોટા એક્ટરે કામ કર્યું છે. જે છેલ્લા પાંચ દાયકાથી હિન્દી સિનેમામાં યોગદાન આપી રહ્યા છે અને તેઓ હજુ પણ આપી રહ્યા છે.
ફ્લોપ હોવા છતાં પણ આ ફિલ્મને કલ્ટ ક્લાસિક કહેવાય છે. ફિલ્મને રિલીઝ થયા કેટલાય વર્ષો થયા બાદ પણ તમને આ ફિલ્મ કોઈને કોઈ ચેનલ પર જોવા મળી જશે. આ ફિલ્મ બીજી કોઈ નહીં પણ અમિતાભ બચ્ચનની ‘‘સૂર્યવંશમ'' છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે સૌંદર્યા, જયાસુધા, રચના બેનર્જી, અનુપમ ખેર અને કાદર ખાન મહત્વના રોલમાં હતા. આ ફિલ્મ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી. મેકર્સને તેનાથી ખૂબ જ આશા હતી, પણ આ ફિલ્મે નિરાશ કર્યા.
૭ કરોડમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં ખાલી ૧૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં ફિલ્મની ફક્ત ૪૦ લાખ ટિકિટો વેચાઈ હતી. જો કે ‘‘સૂર્યવંશમ''ની કિસ્મત ત્યારે બદલાઈ જ્યારે સેટેલાઈટ પ્રીમિયર સોની મેક્સ પર થયું. છેલ્લા ૨૫ વર્ષમાં આ ફિલ્મ અસંખ્ય વખત ટીવી ચેનલ પર સ્ટ્રીમ થઈ ચૂકી છે.
સૂર્યવંશમને મળેલા રેકોર્ડતોડ વ્યૂઝ યૂટયૂબથી આવ્યા છે. અમિતાભ બચ્ચનની આ ફિલ્મ સત્તાવાર રીતે ગોલ્ડમાઈંસ એન્ટરટેનમેન્ટે પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી. એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મે ફિલ્મને ત્રણ અલગ અલગ ચેનલ પર અપલોડ કરી છે. જેમાં કુલ મળીને ૭૦૧ મિલિયન (૭૦ કરોડ) વ્યૂઝ છે. તેની સાથે જ બિગ બીની ફ્લોપ ફિલ્મને તમામ પ્લેટફોર્મ પર લગભગ ૧૦૦ કરોડ વ્યૂઝ મળી ચૂકયા છે.
તેનાથી અમિતાભ બચ્ચનની ફિલ્મને તમામ પ્લેટફોર્મ પર ૧૦૦ કરોડ વ્યૂઝ મળી ગયા છે. આ સંખ્યા કેટલી મોટી છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ‘‘શોલે''ને યૂટયૂબ પર ખાલી ૨ મિલિયન વ્યૂઝ મળ્યા છે, જ્યારે ‘‘ડીડીએલજે''ને એક મિલિયનથી પણ ઓછા. ‘‘બાહુબલી'' ધ બિગિનિંગને યૂટયૂબ પર કુલ ૨૦ મિલિયન વ્યૂઝ મળ્યા છે. પણ કોઈ પણ ફિલ્મ ‘‘સૂર્યવંશમ''ની નજીક પહોંચી શકી નથી.
વર્ષ ૧૯૯૭ની તમિલ ફિલ્મ ‘‘સૂર્યા વસમ''ની રીમેક, ૧૯૯૯માં રિલીઝ થયેલી આ ફિલ્મ ૭ કરોડમાં બની હતી. એક પિતા અને તેના અભણ પણ આજ્ઞાકારી દીકરાની આજુબાજુ ફરતી આ ફિલ્મને તે સમયે વધારે પસંદ ન કરી, આ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. છેલ્લા કેટલાક વર્ષોમાં તે એટલી વાર ટીવી પર આવી ચૂકી છે કે શું વાત કરીએ. તમે આ ફિલ્મને હજુ પણ એમેઝોન પ્રાઈમ અને યૂટયૂબ પર મફતમાં જોઈ શકો છો.(૩૮.૨)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
