તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
' શિવની ભૂમિને રાખમાં ફેરવી દેવાના' મનસૂબા:સોમનાથ હુમલા પર આધારિત ફિલ્મ 'કેસરી વીર'નું ધમાકેદાર ટ્રેલર : જુઓ વિડીયો
તે કહે છે કે આ આપણા રામની ભૂમિ છે. આ આપણા કૃષ્ણની ભૂમિ છે. આ આપણા શિવની ભૂમિ છે. યોદ્ધાની ઓળખ તેના નામથી નહીં, પણ તેની તલવાર પરના લોહીથી થાય છે.

સોમનાથ હુમલા પર આધારિત ફિલ્મ 'કેસરી વીર' ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલી અભિનીત ફિલ્મ 'કેસરી વીર: લિજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
આ ફિલ્મ વીર હમીરજી ગોહિલની સાચી કહાણીઓ પર આધારિત છે. તેણે તુગલક સામ્રાજ્ય સામે લડાઈ લડી હતી. 14 મી સદીમાં ગુજરાતમાં સોમનાથ મંદિરને બચાવવા માટે ધર્મ યોદ્ધાઓની આ લડાઈ ફિલ્મ પ્રત્યે ચાહકોનો ઉત્સાહ વધારી દે છે.
ટ્રેલર એક મંદિર બતાવીને શરૂ થાય છે. આ પછી એક અવાજ આવે છે કે આ શિવ કોણ છે? જવાબ આવે છે - એક કાળો પથ્થર જેના પર આ લોકો રાખ લગાવે છે. પછી એક અવાજ આવે છે કે આ શિવની ભૂમિને રાખમાં ફેરવી દો.' આ પછી વિવેક ઓબેરોય હાથમાં તલવાર પકડીને દેખાય છે. આ પછી ટ્રેલરમાં સૂરજ પંચોલી બતાવવામાં આવ્યો છે. તે દુશ્મનો સાથે લડતો જોવા મળે છે. તે કહે છે કે આ આપણા રામની ભૂમિ છે. આ આપણા કૃષ્ણની ભૂમિ છે. આ આપણા શિવની ભૂમિ છે. યોદ્ધાની ઓળખ તેના નામથી નહીં, પણ તેની તલવાર પરના લોહીથી થાય છે.
સુનીલ શેટ્ટી સિવાય ફિલ્મમાં વિવેક ઓબેરોય, સુરજ પંચોલી અને આકાંક્ષા શર્મા જેવા કલાકારો જોવા મળી રહ્યા છે. કનુ ચૌહાણ સ્ટુડિયોઝના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી છે. એક્શન, ઈમોશન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ 16 મેના રોજ 2025 ના રોજ રિલીઝ થશે
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
