<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

પંચાયતે ઇતિહાસ રચ્‍યોઃ WAVES ૨૦૨૫માં સમાવિષ્ટ થનારી પ્રથમ સીરિઝ બની

પંચાયત એક મનોરંજક અને ભાવનાત્‍મક વેબ સીરિઝ છે જે ઉત્તર પ્રદેશના ફુલેરા ગામની વાર્તા કહે છે

મુંબઈ, તા.૧: વડાપ્રધાન મોદી આજે મુંબઈની મુલાકાતે પહોંચ્‍યા છે. આ દરમિયાન તેમણે વર્લ્‍ડ ઓડિયો વિઝ્‍યુઅલ એન્‍ટરટેઈનમેન્‍ટ સમિટનું ઉદ્ધાટન કર્યું. મુંબઈમાં આયોજિત વેવ્‍ઝ સમિટ ૨૦૨૫માં ‘પંચાયત'વેબ સીરિઝનું નામ સામેલ કરવામાં આવ્‍યું છે. પંચાયત એક મનોરંજક અને ભાવનાત્‍મક વેબ સીરિઝ છે જે ઉત્તર પ્રદેશના ફુલેરા ગામની વાર્તા કહે છે.તેમાં, અભિષેક ત્રિપાઠી (જિતેન્‍દ્ર કુમાર), જે એક એન્‍જિનિયરિંગ ગ્રેજ્‍યુએટ છે, તે ગ્રામ પંચાયતનો સચિવ બને છે.

વેવ્‍સમાં પંચાયત વેબ સીરિઝ ઉમેરવામાં આવી છે. આ સીરિઝ ગ્રામીણ જીવન, રાજકારણ અને સંબંધો પર હળવી નજર નાખે છે. નીના ગુપ્તા (મંજુ દેવી), રઘુબીર યાદવ (બ્રિજ ભૂષણ) અને ચંદન રોય (વિકાસ) જેવા કલાકારો તેની સીઝનમાં કામ કરી ચૂકયા છે. અત્‍યાર સુધીમાં તેની ત્રણ સીઝન રિલીઝ થઈ ચૂકી છે.

વર્લ્‍ડ ઓડિયો વિઝ્‍યુઅલ એન્‍ડ એન્‍ટરટેઈનમેન્‍ટ સમિટ (વેવ્‍સ) ૨૦૨૫ ૧ થી ૪ મે દરમિયાન મુંબઈના જિયો વર્લ્‍ડ સેન્‍ટર ખાતે ચાલશે. આ એક મોટો કાર્યક્રમ છે જ્‍યાં ફિલ્‍મ નિર્માતાઓ, કલાકારો અને વાર્તાકારો ફિલ્‍મો, વેબ સિરીઝ અને ડિજિટલ સામગ્રીના ભવિષ્‍ય વિશે ચર્ચા કરવા માટે ભેગા થશે. તેમાં અમિતાભ બચ્‍ચન, શાહરૂખ ખાન, રજનીકાંત, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ જેવા સ્‍ટાર્સ શામેલ હશે.

WAVES ૨૦૨૫ ના ત્રીજા દિવસે ‘મેકિંગ ઓફ પંચાયત' ગ્રાસરુટ્‍સ સ્‍ટોરીટેલિંગ' નામનો સત્ર યોજાશે. આમાં, જીતેન્‍દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ અને ફૈઝલ મલિક પંચાયતની વાર્તા અને પ્રાદેશિક વાર્તાઓના મહત્‍વ વિશે વાત કરશે. આ સત્રમાં ડિજિટલ મીડિયામાં શોના યોગદાનનું સન્‍માન કરવામાં આવશે

(3:47 PM IST)