તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 3rd May 2025
સંજય દત્તે જ્યારે કિસ કરી ત્યારે મને ચક્કર આવી ગયા
ધ ભૂતની ફેમ શિલ્પા કાતરિયાએ ફિલ્મમાં સંજય દત્ત સાથે કામ કરવા વિશે પોતાનો અનુભવ શેર કર્યો

મુંબઇ તા.૩: બોલિવૂડ અભિનેતા સંજય દત્ત સ્ટારર તાજેતરમાં રિલીઝ થયેલી હોરર કોમેડી ફિલ્મ ‘ધ ભૂતની'ની ચર્ચા છે. આ ફિલ્મમાં સંજય દત્ત સાથે મૌની રોય સની સિંહ સાથે શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ છે. આ ફિલ્મને લઈને લોકોમાં ઉત્સાહ છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે તેમાં એક ખાસ વ્યક્તિ શિલ્પા કાતરિયા એ પણ કેમિયો આપ્યો હતો. બોલિવૂડની ફિલ્મોમાં સ્ટંટ વુમન તરીકે કામ કરતી શિલ્પા કાતરિયાએ ફિલ્મમાં સંજય દત્ત સાથે કામ કરવા વિશે પોતાનો અનુભવ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે શેર કર્યો છે.
છેલ્લા અનેક વર્ષોથી બોલિવૂડ અભિનેત્રીઓ માટે સ્ટંટ વુમન તરીકે કામ કરતી શિલ્પા કાતરિયા કહે છે કે ધ ભૂતની' આ ફિલ્મમાં પણ હું મૌની રૉય અને પાલક તિવારીની બોડી ડબલ તરીકે જોડાઈ હતી. એક દિવસ હું ફિલ્મના પાત્ર મંજુલિકાની જેમ તૈયાર થઈને સેટ પર હતી ત્યારે હું પણ ફિલ્મના એક ગીતમાં જોવા મળવાની છું તેવું મને કહેવામાં આવ્યું.
ફિલ્મમાં માત્ર સ્ટંટ વુમન તરીકે જ નહીં પણ એક નાનકડો કેમિયો મારી માટે મેકર્સ દ્વારા એક સરપ્રાઈઝ હતું. હું જ્યારે તૈયાર થઈ સેટ પર પહોંચી ત્યારે મને મારા આ રોલ વિશે જાણ થઈ. આ દરમિયાન સંજય દત્તે મને કીધું કે હું તને કિસ કરવાનો છું, જે સાંભળીને હું એકદમ ચોંકી ગઈ, શિલ્પા કાતરિયાએ કહ્યું.
શિલ્પાએ આગળ કહ્યું સંજય દત્ત સાથે ફિલ્મના ગીત ‘આયા રે બાબા'માં સીન કરતી વખતે જ્યારે બાબાએ મને કિસ કરી ત્યારે મને ચક્કર આવી ગયા અને તે મારી માટે એક યાદગાર પળ બની ગઈ. આ દરમિયાન તેઓ પણ હસવા લાગ્યા હતા.
આ ફિલ્મમાં મેં બન્ને અભિનેત્રીઓ માટે સ્ટંટ કર્યા તેને જોઈને સંજય દત્ત ખૂબ જ ઇમ્પ્રેસ થયા હતા. જેથી તેમના લીધે મને આ રોલ કરવાનો મોકો મળ્યો હતો શિલ્પાએ જણાવ્યું હતું. આ ફિલ્મ પહેલી માર્ચે રિલીઝ થઈ હતી.
આ ફિલ્મ એક વાર્ષિક વર્જિન ટ્રી પૂજાની એક કાલ્પનિક કથાની આસપાસ ફરે છે. દંતકથા છે કે જે કોઈ દર વર્ષે વેલેન્ટાઇન ડે પર ઝાડને પ્રાર્થના કરે છે તેને પોતાનો પ્રેમ મળે છે. શાંતનુ (સની), એક હાર્ટ બ્રોકન માણસ જેની પ્રેમિકા તેને છોડી દે છે, તે દુઃખી થાય છે અને પ્રેમની ઇચ્છા રાખે છે. અને મોહબ્બત નામની ભૂત (મૌની) ના રૂપમાં આવે છે
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
