<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

TMKOC માં 17 વર્ષથી ગોગીનો રોલ નિભાવતા સમય શાહે કહ્યું - કચ્છ ટ્રેક એપિસોડ ખૂબ જ રમુજી ...અમોને ખુબ ગમ્યો

સમય શાહે કહ્યું- હું 23 વર્ષનો છું અને મેં આ સેટ પર 17 વર્ષ વિતાવ્યા છે. લગભગ મારું આખું જીવન અહીં વિતાવ્યું છે. તારક મહેતાના સેટ પર દરેક ખૂણામાં મારી ઘણી યાદો જોડાયેલી છે

મુંબઈ :'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષ 2008થી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. બાળકોથી લઈને મોટા લોકો સુધી તમામ આ શોને પસંદ કરે છે. ત્યારે આ શોના દરેક કલાકારો સાથે દર્શકો જોડાયેલા રહે છે. હાલમાં શોમાં ગોગીની સ્ટોરી બતાવવામાં આવી રહી છે. જે સટ્ટામાં પૈસા હારી જાય છે. ત્યારે હવે શોમાં છેલ્લા 17 વર્ષથી ગોગીનો રોલ પ્લે કરી રહેલા સમય શાહે (Samay Shah) એક પોડકાસ્ટમાં આટલા વર્ષો સુધી શોમાં કામ કરવા અંગે વાત કરી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં ગોગી ઉર્ફે સમય શાહે તેના મનપસંદ એપિસોડ વિશે વાત કરતા કહ્યું કે, અત્યાર સુધીનો મારો પ્રિય એપિસોડ કચ્છ ટ્રેક રહ્યો છે, જેમાં જેઠાલાલ પાકિસ્તાન જાય છે. તે ખૂબ જ રમુજી હતો અને અમને તે ખૂબ ગમ્યું. ફેન્સને પણ તે ખૂબ ગમ્યું હતું.

સમય શાહે 17 વર્ષથી શોમાં કામ કરવા અંગે કહ્યું કે, સિરિયલ સાથે ઘણી યાદો જોડાયેલી છે. અમે બધા હાલમાં જ બેઠા હતા અને નક્કી કરી રહ્યા હતા કે ક્યારેય જો છોડીને ગયા તો, તો કોની સૌથી વધુ યાદ આવશે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, ઘર પ્રિય સ્થળ હોય છે, પરંતુ આ મારી હેપ્પી પ્લેસ છે. તારક મહેતાના સેટ પર દરેક ખૂણામાં મારી ઘણી યાદો જોડાયેલી છે. હું 23 વર્ષનો છું અને મેં આ સેટ પર 17 વર્ષ વિતાવ્યા છે. લગભગ મારું આખું જીવન અહીં વિતાવ્યું છે.

 

(5:18 PM IST)