<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

૯૦ના દાયકામાં ભારત-પાક યુદ્ધ પર આધારિત મલ્‍ટિ સ્‍ટારર ફિલ્‍મ બોર્ડર ઓટીટી પ્‍લેટફોર્મ પર મચાવી રહી છે ધમાલ

ફિલ્‍મને ભારત-પાકિસ્‍તાન યુદ્ધ પર આધારિત એક કલ્‍ટ ફિલ્‍મ માનવામાં આવે છે

મુંબઇ તા.૧૦: જ્‍યારે કોઈ પણ બે દેશો વચ્‍ચે તણાવની સ્‍થિતિ પેદા થાય છે ત્‍યારે દુનિયાભરમાં એની ચર્ચા થતી હોય. હાલમાં ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધ જેવી સ્‍થિતિ પેદા થઈ ગઈ છે. પહલગામ આંતકવાદી હુમલાનો બદલો લેવા ઈન્‍ડિયન આર્મી દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ તો સ્‍થિતિ વધારે વણસી ગઈ છે.

આ બધા વચ્‍ચે ભારત-પાકિસ્‍તાન તણાવ બનેલી ફિલ્‍મ એક ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે. ૧૯૭૧માં ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે થયેલી લોંગેવાલાની લડાઈ પર આધારિત ફિલ્‍મ ઓપરેશન સિંદૂર દરમિયાન ઓટીટી પર લોકોનું ધ્‍યાન ખેંચી રહી છે. આ ફિલ્‍મ છે બોર્ડર.

બોલીવૂડની અનેક ફિલ્‍મોમાં પણ ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે તણાવ દર્શાવવામાં આવ્‍યો છે અને એમાંથી કેટલીક ફિલ્‍મોએ બોક્‍સ ઓફિસ પર બંપર કમાણી કરી છે અને એમાંથી જ એક ફિલ્‍મ વિશે આપણે વાત કરીશું.

૧૯૯૭માં આવેલી ફિલ્‍મ બોર્ડરમાં એક સાથે બે-ત્રક્ષણ નહીં ચાર ચાર સ્‍ટાર્સ જોવા મળ્‍યા હતા. આ ફિલ્‍મને ભારત-પાકિસ્‍તાન યુદ્ધ પર આધારિત એક કલ્‍ટ ફિલ્‍મ માનવામાં આવે છે.

૧૯૯૭માં આવેલી બોર્ડર ફિલ્‍મમાં ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેના યુદ્ધને દર્શાવવામાં આવ્‍યો છે. બોર્ડર ફિલ્‍મની ખાસ વાત વિશે વાત કરીએ તો આ એક મલ્‍ટિ સ્‍ટારર ફિલ્‍મ હતી જેમાં સની દેઓલ, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, સુનિલ શેટ્ટી, પુનિત ઈસ્‍સર, કુલભુષણ ખરબંદા જેવા અનેક સ્‍ટાર્સ જોવા મળ્‍યા હતા. હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટી સાથે આ ફિલ્‍મની સિક્‍વલ બની રહી છે.

જો તમે પણ બોર્ડર ફિલ્‍મને બીજી વખત જોવાનો પ્‍લાન કરી રહ્યા છો તો હવે તમે તેને ઓટીટી પ્‍લેટફોર્મ પર જોવા મળી જશે. આ સિવાય તમે યુટયૂબ પર પણ આ ફિલ્‍મ જોઈ શકો છો. તમારી જાણ માટે કે ફિલ્‍મ બોર્ડર ટુ ૨૬મી જાન્‍યુઆરી, ૨૦૨૬ના રીલિઝ થવા જઈ રહી છે. (૩૮.૪)

(9:35 AM IST)