<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

‘અમે તમારા ઋણી છીએ’, અનન્યા પાંડેએ ભારતીય સેનાની હિંમતને સલામ કરી

મુંબઇ: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ બાદ, ભારતીયો તેમની સેના સાથે ઉભા છે અને તેમનું મનોબળ વધારવા માટે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ શેર કરી રહ્યા છે. ગુરુવારે પાકિસ્તાને ભારતીય સૈન્ય અને નાગરિક સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય દળોએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા ડ્રોન અને મિસાઇલોને જે રીતે અટકાવ્યા છે તેના દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન, અનન્યા પાંડેએ ભારતીય સશસ્ત્ર દળોને સલામ કરતી એક પોસ્ટ શેર કરી છે.અનન્યા પાંડેએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, “ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના નાયકોને સલામ. તમારા અદ્ભુત સાહસ માટે તમારો અને તમારા પરિવારનો હૃદયપૂર્વક આભાર. અમે તમારા ઋણી છીએ. જય હિન્દ!”

 

(5:34 PM IST)