તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
‘જાટ' અને ‘કેસરી ૨' ને માત આપી અજયની ‘રેડ ૨'એ તોડ્યા રેકોર્ડ કરી ધૂમ કમાણી
રેડ-૨ ફિલ્મ અજય દેવગણની આઠમી સૌથી સફળ ફિલ્મ બની

મુંબઈ તા.૧૩: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલમાં પણ સિનેમાઘરોમાં લોકો ફિલ્મ જોવા માટે જઈ રહ્યાં છે. બે અઠવાડિયા પહેલા આવેલી અજય દેવગણની ફિલ્મ રેડ ૨ (Raid ૨ ) અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અજય દેવગણની ફિલ્મ રેડ-૨એ બીજા સોમવારે ૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે પહેલા સોમવારે ૭.૫ કરોડની કમાણી કરી હતી. રેડ-૨એ ફિલ્મ જાત (Jaat) અને કેસરી-૨ (Keshari ૨) ને પણ સારી એવી માત આપી છે.
રેડ-૨એ રિલિઝ થયાના માત્ર બે જ દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરી
રેડ-૨ એ છેલ્લા ચાર દિવસથી ફરી ધૂમ કમાણી કરી છે. આ ફિલ્મે રિલિઝ થયાના માત્ર બે જ દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. આ ફિલ્મને રાજ કુમારે ડિરેક્ટ કરી છે, જેમાં લીડ રોલમાં અજય દેવરણ અભિનેય કરી રહ્યો છે. અજય દેવગણની આ સિક્લવની પહેલી ફિલ્મ રેડ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી, જ્યારે હવે રેડ-૨ પણ ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. અજય દેવગનની ફિલ્મે પહેલા અઠવાડિયામાં ફિલ્મે ૯૫.૭૫ કરોડની કમાણી કરી હતી, જ્યારે માત્ર ૨ અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર ૧૨૫.૭૫ કરોડની કમાણી કરી લીધી છે.
રેડ-૨ ફિલ્મ અજય દેવગણની આઠમી સૌથી સફળ ફિલ્મ બની
આ પહેલા અજય દેવગણની તાન્હાજી, ગોલમાલ અગેઈન, દ્રશ્યમ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. રેડ-૨ પણ અજય દેવગણની આઠમી સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. ૧૨૫ કરોડની કમાણી સાથે રેડ-૨ ૨૦૨૫ની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. અક્ષય કુમારની કેસરી-૨ એ બોક્સ ઓફિસ પર ૮૭.૫૦ રકોડ અને સની દેઓલની જાત ફિલ્મને બોક્સ ઓફિસ પર ૮૭.૫ કરોડની કમાણી છે, આ બન્ને ફિલ્મોને માત આપીને અજય દેવગણની ફિલ્મ રેડ-૨એ ૧૨૫ કરોડની કમાણી કરી છે.(૩૮.૨૬)
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
