તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
હેરાફેરી-3માં હવે બાબુરાવની ઝલક નહીં જોવા મળે : પરેશ રાવલે ફિલ્મમાંથી નીકળી જવા કર્યો નિર્ણય
'હેરા ફેરી 3' ના મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ ચાલતા હતા. જે બાદ અભિનેતાએ ફિલ્મથી બહાર નીકળવાનો અઘરો નિર્ણય લીધો.

મુંબઈ : પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી' માં 'બાબુ રાવ' નું પાત્ર ભજવતા અભિનેતા પરેશ રાવલે ફિલ્મથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. તેના બહાર રહેવાનું કારણ મેકર્સ સાથે ક્રિએટિવ ડિફરન્સ કહેવાઈ રહ્યું છે. અભિનેતાએ આ સમાચારને પોતે કન્ફર્મ પણ કર્યા છે.
સૂત્રોનું કહેવું છે કે 'હેરા ફેરી 3' ના મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ ચાલતા હતા. જે બાદ અભિનેતાએ ફિલ્મથી બહાર નીકળવાનો અઘરો નિર્ણય લીધો. જ્યારે તેમની ટીમે અભિનેતાની વાત કરી, ત્યારે અભિનેતાએ પોતે કહ્યું, 'હા, આ સાચું છે. હું હવે હેરા ફેરી 3 માં કામ નહિ કરું.' પરેશ રાવલનું પાત્ર 'બાબુ રાવ' ફિલ્મનો સૌથી મહત્વનો ભાગ રહ્યું છે. તેના પાત્રને ફેન્સનો ભરપૂર પ્રેમ મળ્યો છે. એવામાં આ સમાચાર ફેન્સનું દિલ તોડી શકે છે.
જોકે ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોનું માનવું છે કે પરેશ રાવલ ફિલ્મમાં પાછા આવી શકે છે. તેમનું કહેવું છે કે આની પહેલા અક્ષય કુમારે પણ 'હેરા ફેરી 3' નો ભાગ નહતો. તે અગાઉ પણ મેકર્સ સાથે ક્રિએટિવ ડિફરન્સના કારણે ફિલ્મથી બહાર હતો. પરંતુ પછી તે ફિલ્મનો ભાગ બન્યો. ત્યારે 'હેરા ફેરી 3' ને પ્રિયદર્શન ડાયરેક્ટ કરવાનો હતો, જે પહેલા આની ના પડતો હતો. પરંતુ તેમણે વિશ્વાસ છે કે પરેશ રાવલ પાછો આવી શકે છે.
થોડા સમય પહેલા એક મીડિયા સાથે વાતચીત દરમિયાન પરેશ રાવલે બાબુ રાવના પાત્ર વિશે વાત કરી હતી. જેમાં તેને કહ્યું હતું કે તેની માટે તે પાત્ર 'ગળાનો ફંદો' છે. અભિનેતાએ પોતાના સૌથી ફેમસ પાત્રથી મુક્તિ મેળવવા ઈચ્છે છે જેની માટે તેને ઘણી વાર ફિલ્મમેકર્સ સાથે વાત કરી છે. પરંતુ તેને આ પાત્રથી છુટકારાનો મોકો ન મળ્યો. પરંતુ હવે તેની 'હેરા ફેરી 3' ની એક્ઝિટ ફેન્સને જરૂર નિરાશ કરશે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
