News of Sunday, 18th May 2025
ડિરેક્ટરે દારૂ પીવા માટે કહ્યું અને કપડાં ઉતરાવ્યા ત્યારબાદ સીન શૂટ કરાવ્યો: અભિનેત્રીનો ખુલાસો
અભિનેત્રીએ જણાવ્યું કે તેમણે આ સીન માત્ર એક-બે વાર નહીં પણ સાત વખત શૂટ કરાવ્યા હતા. દરેક ટ્રાય પછી ડિરેક્ટર આવ્યા અને કહ્યું, “હું તારી સાથે આ ફરીથી કરાવું છું, સોરી

મુંબઈ : બોલિવૂડની એવી એક અભિનેત્રી છે જેણે બોલ્ડ સીન દરમિયાન કરાયેલ અનુભવ અંગે ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે ડિરેક્ટરે પોતે દારૂ પીવા માટે કહ્યું અને ત્યારબાદ સીન શૂટ કરાવ્યો.
બોલિવૂડમાં બોલ્ડ અને ઇન્ટીમેટ સીન લગભગ દરેક અભિનેત્રીએ પોતાની ફિલ્મની વાર્તા મુજબ આપેલા છે. કોઈએ બિકિની પહેરીને સમુદ્ર કિનારે આગ લગાવી હતી, તો કોઈએ અભિનેતા સાથે ઇન્ટીમેટ સીનમાં બધી જ હદો તોડી નાંખી હતી. આવી સ્થિતિમાં કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જેમણે હદથી વધુ બોલ્ડ સીન આપી દીધા હતા અને ચર્ચાનો વિષય બની ગઈ હતી.
તેમણે વર્ષ 2018માં આવેલી વેબ સિરીઝમાં બોલ્ડનેસની તમામ હદો ઓળંગી દીધી હતી. એકથી વધીને એક બોલ્ડ સીન આપી, અને રાતોરાત લોકપ્રિય બની ગઈ. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ડિરેક્ટરે પોતે તેમને દારૂ પીવા કહ્યું હતું જેથી સીન સરળતાથી થઇ શકે.
સેક્રેડ ગેમ્સ’ વેબ સિરીઝની, જેને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી હતી. આ સિરીઝમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાનની જોડીની ખુબ ચર્ચા થઈ હતી. પરંતુ તેમાં એક અભિનેત્રી પણ હતી જે રાતોરાત લાખો લોકોના દિલમાં છવાઈ ગઈ હતી. તેનું નામ છે – કુબ્રા સૈત, જેમણે પોતાના અભિનયથી સૌનું ધ્યાન ખેંચી લીધું હતું.
આ સિરીઝમાં કુબ્રા સૈતે ટ્રાન્સજેન્ડરનો રોલ ભજવ્યો હતો. તેમના પાત્રનું નામ હતું "કુકૂ". આ પાત્ર માટે તેમણે એવાં બોલ્ડ સીન આપ્યા હતા કે ચકચાર મચી ગઈ હતી. પછી તેમના અભિનયની દરેક જણે પ્રશંસા કરી હતી.
કુબ્રા સૈતે આ સિરીઝમાં એક એવો સીન શૂટ કર્યો હતો કે જોનાર દરેક ચોંકી ગયા હતા. એ સીનમાં નવાઝુદ્દીન સામે કુબ્રા રડી રહ્યા હોય અને પોતાના કપડા ઉતારતા નજરે પડે છે
કુબ્રાએ જણાવ્યું કે ઓડિશન પછી તેમને કહેવામાં આવ્યું હતું કે સિરીઝમાં બોલ્ડ સીન છે જે ખુબ જ રિયલ લાગે તે રીતે શૂટ કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું, "જ્યારે તમારી પાસે કામ કરવા માટે એક શાનદાર ટીમ હોય ત્યારે તમે ભૂલ કરી જ નથી શકતા."
કુબ્રાએ જણાવ્યું કે, “આ સીન શૂટ કરતા પહેલા ડિરેક્ટર અનુરાગ કશ્યપે મને એક ગ્લાસ દારૂ આપી અને પછી સંપૂર્ણ ભાવના સાથે લાઇનો સંભળાવી.”
અભિનેત્રીએ આગળ જણાવ્યું કે તેમણે આ સીન માત્ર એક-બે વાર નહીં પણ સાત વખત શૂટ કરાવ્યા હતા. દરેક ટ્રાય પછી ડિરેક્ટર આવ્યા અને કહ્યું, “હું તારી સાથે આ ફરીથી કરાવું છું, સોરી… બસ એક વાર વધુ, એક વાર વધુ…” કૂબ્રાએ જણાવ્યું કે, “મારા ઉપર આ સીન માટે નફરત ન કરશો.
‘સેક્રેડ ગેમ્સ’ના પહેલા સીઝનમાં ઘણાં બોલ્ડ અને ઇન્ટીમેટ સીન બતાવવામાં આવ્યા છે અને એના ઘણાં દ્રશ્યો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
