News of Thursday, 22nd May 2025
તમન્ના સાથેના બ્રેકઅપ પછી વિજયે વસાવ્યું આલીશાન ઘર
ફારાહ હાલમાં તેના કુકિંગ-વ્લોગ માટે વિજય વર્માના ઘરે ગઈ હતી અને તેણે આ ઘરની ઝલક દર્શાવી હતી

મુંબઇઃ તા. રર, વિજય વર્મા છેલ્લા કેટલાક સમયથી તમન્ના ભાટિયા સાથેના તેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. જોકે હવે તેની રિલેશનશિપની નહીં પણ તેના નવા દ્યરની ચર્ચા થઈ રહી છે. હાલમાં વિજય નવા આલીશાન ફ્લેટમાં શિફ્ટ થયો છે જેની ઝલક ફિલ્મમેકર ફારાહ ખાને તેના વ્લોગમાં બતાવી છે. ફારાહ હાલમાં તેના કુકિંગ-વ્લોગ માટે વિજય વર્માના ઘરે ગઈ હતી અને તેણે આ ઘરની ઝલક દર્શાવી હતી.
વિજય વર્માનું આ ઘર અંદરથી એકદમ લક્ઝરી હોટેલ જેવું છે. આ દ્યરના હોલમાં સફેદ અને ગ્રે રંગના સોફા તેમ જ મોટું ટીવી રાખવામાં આવ્યું છે. ઘરના ડાઇનિંગ એરિયામાં લાકડાની બ્રાઉન ખુરસીઓ અને ટેબલ રાખવામાં આવ્યાં છે. વિજયના નવા દ્યરનું કિચન પણ ખૂબ મોટું અને હવાદાર છે, એમાં તાજી હવા માટે બાલ્કની છે.(
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
