<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

અક્ષયકુમારની ફિલ્‍મ હાઉસફુલ પ શુક્રવારે થશે રિલીઝ

ફિલ્‍મનું ટ્રેલર, સ્‍ટારકાસ્‍ટ અને ગીતો રીલીઝ થયા પછી દર્શકોમાં તેના વિશે ઘણો ઉત્‍સાહ

મુંબઇ, તા. ર : અક્ષય કુમારની ફિલ્‍મ હાઉસફુલ ૫ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્‍મ ૬ જૂને રિલીઝ થવાની છે અને ફિલ્‍મનું ટ્રેલર, સ્‍ટારકાસ્‍ટ અને ગીતો રિલીઝ થયા પછી દર્શકોમાં તેના વિશે ઘણો ઉત્‍સાહ છે. આ ફિલ્‍મ ૬ જૂને રિલીઝ થવાની છે અને તે પછી જ ક્રિટિક્‍સ આ ફિલ્‍મનો પોતાનો રિવ્‍યૂ આપશે. જોકે ઉમૈર સંધુએ વિદેશમાં આ ફિલ્‍મ જોયા પછી તેનો પહેલો રિવ્‍યૂ આપ્‍યો છે.

ઉમૈર સંધુએ હાઉસફુલ ૫નો ફિલ્‍મ રિવ્‍યૂ બે લાઇનમાં લખ્‍યો છે. તેમણે તેમની એક પોસ્‍ટમાં કહ્યું છે, હાઉસફુલ પ નો પહેલો રિવ્‍યૂ! ચમકતી દરેક વસ્‍તુ સોનું નથી હોતી! બધા એક્‍ટર્સની ક્રિજ પરફોર્મેશ સાથે ખરાબ કોમેડી!!'

સંધુ અહીં જ અટકયા નહીં. અક્ષય કુમાર પર નિશાન સાધતા તેમણે આગળ લખ્‍યું, ‘ભારતમાં બનેલી સૌથી ખરાબ કોમેડી ફિલ્‍મોમાંની એક!! પૂરી તરહ સિરદર્દ અને જબરજસ્‍તીની સસ્‍તી કોમેડી! તમારા પૈસા બચાવો અને ફિલ્‍મ છોડી દો.'

સંધુએ પોતાની પહેલી સમીક્ષામાં હાઉસફુલ-૫ ને ૫ માંથી ફક્‍ત એક જ સ્‍ટાર આપ્‍યો છે. જોકે આ ફિલ્‍મનો સંધુનો પોતાનો રિવ્‍યૂ હોઈ શકે છે. ફિલ્‍મ કેવી છે અને દર્શકોને કેટલી પસંદ આવે છે, તેનો અંદાજ ૬ જૂનના શરૂઆતના દિવસે જ લગાવી શકાય છે.

સૅકનિલ્‍કના મતે ફિલ્‍મે અત્‍યાર સુધીમાં લગભગ ૧૨ હજાર ટિકિટો વેચીને અને પહેલા દિવસની એડવાન્‍સ બુકિંગમાં બ્‍લોક સીટો સાથે લગભગ ૨.૮૮ કરોડ રૂપિયાનું એડવાન્‍સ બુકિંગ કર્યું છે.

ફિલ્‍મ રિલીઝ થવામાં હજુ ૫ દિવસ બાકી છે અને આ ફિલ્‍મ પહેલા દિવસે આનાથી ઘણી વધુ કમાણી કરી શકે છે. પિંકવિલાના અહેવાલ મુજબ, અક્ષયની ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર ૨૭.૫૦ કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્‍શન કરી શકે છે

(3:06 PM IST)