તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
ટાઈગર શ્રોફ અને નિમ્રિત કૌર આહલુવાલિયા પડદા પર ધૂમ મચાવશે : આ જોડીની કેમેસ્ટ્રી દર્શકોના દિલ જીતી લેશે

મુંબઈ: અભિનેત્રી નિમ્રિત કૌર આહલુવાલિયા તાજેતરમાં ફિલ્મ 'શોકી સરદાર'માં જોવા મળી હતી. દર્શકોએ આ ફિલ્મમાં તેના કામની પ્રશંસા કરી હતી. હવે તે બોલીવુડના એક્શન હીરો ટાઈગર શ્રોફ સાથે એક નવા પ્રોજેક્ટમાં કામ કરવા જઈ રહી છે. નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, "'શોકી સરદાર'ની સફળતા પછી નિમ્રિતને ઘણા નવા પ્રોજેક્ટ્સની ઓફર મળી રહી છે. પરંતુ તેણે અલગ સ્ક્રિપ્ટને કારણે આ પ્રોજેક્ટ પસંદ કર્યો. તેને લાગ્યું કે ટાઈગર શ્રોફ સાથેની તેની જોડી પડદા પર દર્શકો માટે એક નવા પ્રકારની કેમેસ્ટ્રી લાવશે.સૂત્રએ જણાવ્યું હતું કે અભિનેત્રી નિમ્રિત આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.તેમણે કહ્યું, "નિમ્રિત આ સમયે તેના કરિયર માટે ખૂબ જ ખુશ અને આભારી છે. ટાઈગર અને નિમ્રિતની જોડી એકદમ નવી છે, અને આ આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત છે. આ પ્રોજેક્ટમાં મજબૂત મનોરંજન અને નવી તાજગી બંનેનું મિશ્રણ છે, જે દર્શકોને ચોક્કસપણે ગમશે."
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
