તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th June 2025
હિના ખાન અને રોકી જયસ્વાલના થયા લગ્ન
રોકી જયસ્વાલ એ વ્યક્તિ છે જેણે કયારેય હિના ખાનનો સાથ છોડ્યો નહીં

મુંબઇ તા.૫: હિના ખાને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ રોકી સાથે લગ્ન કર્યા છે. હિના ખાન અને રૉકી જયસ્વાલે એક કૉલેબ પોસ્ટ દ્વારા લોકોને તેમના લગ્ન વિશે જણાવ્યું છે. બંનેએ હવે તેમના વર્ષો જૂના સંબંધને એક નવું નામ આપ્યું છે અને હવે બંને કાયદેસર રીતે પતિ-પત્ની બની ગયા છે.
હિના ખાને પોસ્ટમાં લખ્યું, ‘‘બે અલગ અલગ દુનિયામાંથી, અમે પ્રેમનું બ્રહ્માંડ બનાવ્યું. અમારા મતભેદો દૂર થયા, અમારા હૃદય એક થયા, અમે એવી રીતે જોડાયેલા રહ્યા કે અમે અમારા જીવનના અંત સુધી જોડાયેલા રહીશું.''
હિના ખાન અને રોકીએ તેમની પોસ્ટમાં લખ્યું, ‘‘ચાલો આપણે આપણી પોતાની દુનિયા, આપણી પોતાની રોશની, આપણી પોતાની આશા અને એક-બીજાના સાથી બનીએ. બધી સીમાઓ અને અવરોધોને પાર કરીને. આજે આપણે પ્રેમ અને કાયદામાં બંધાઈ ગયા છીએ.'' હિના ખાન અને રૉકી જયસ્વાલ એકબીજાના હાથ પકડીને બેઠા છે. આ ફોટામાં, હિના ખાનના ઘરેણાં, તેની ડિઝાઇનર વીંટી અને મહેંદી ખૂબ જ સુંદર લાગે છે.
હિના ખાને લખ્યું, ‘‘પતિ અને પત્ની તરીકે, અમને તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે.'' હિના ખાન અને રોકીએ તેમની પોસ્ટમાં તેમના આઉટફિટની અને ઘરેણાંની સંપૂર્ણ વિગતો પણ આપી છે. કમેન્ટ સેક્શનમાં સેલિબ્રિટીઝ હિના ખાન અને રૉકી જયસ્વાલને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ઉધવાણી, કળતિકા કામરા અને અચિંત કૌર સહિત ઘણા સેલિબ્રિટીઝે તેમને લગ્ન બદલ અભિનંદન પાઠવ્યા છે.
લગ્નના ફોટામાં હિના ખાન અને રોકી જયસ્વાલ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે રોકી અને હિના છેલ્લા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે. બિગ બોસ દરમિયાન હિના રૉકીની પ્રેમ કહાની પહેલીવાર સામે આવી હતી.
રોકી જયસ્વાલ એ વ્યક્તિ છે જેણે કયારેય હિના ખાનનો સાથ છોડ્યો નહીં. અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે કીમોથેરાપીને કારણે તેના વાળ ખરી ગયા, ત્યારે રોકીએ તેનું માથું પણ મુંડન કરાવ્યું જેથી તેને ખરાબ ન લાગે. આ લડાઈ દરમ્યાન તે તેની સાથે રહ્યો.
હિના ખાને લગ્નના ફોટામાં ડિઝાઇનર મહેંદીના પણ ફોટોઝ શેર કર્યા છે. હિના ખાને તેના હાથની પાછળ કમળનું ફૂલ બનાવ્યું છે અને તેના પર ચાંદીના ઘરેણાં ખૂબ જ સુંદર લાગે છે. હિના ખાને પોતાની મહેંદીને કમળની થીમમાં રાખી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે તેના પગ અને હાથ પર પણ કમળની ડિઝાઇન છે(૩૮.૧૦)
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
